રાષ્ટ્રીય

સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવ્યો; ૨૧ દિવસ માટે પેરોલ મળી

જેલમાંથી બહાર રામ રહીમને લેવા માટે હનીપ્રીત પહોંચી
ફરી એકવાર સિરસા ડેરા પ્રમુખ રામ રહીમ પર દયા બતાવી છે. હરિયાણા સરકારે તેને ૨૧ દિવસ માટે પેરોલ પર મુક્ત કર્યા છે. જેલ છોડ્યા બાદ રામ રહીમ મંગળવારે સવારે પોલીસ સુરક્ષામાં સિરસા ડેરા તરફ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રામ રહીમ પોતાના સિરસાના ડેરામાં જ રહેશે.
હરિયાણા સરકારે તેમને ૨૧ દિવસની પેરોલ પર મુક્ત કર્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ, રામ રહીમ મંગળવારે સવારે પોલીસ સુરક્ષા હેઠળ સિરસા ડેરા તરફ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રામ રહીમ પોતાના સિરસા ડેરામાં જ રહેશે. અગાઉ, દિલ્હી ચૂંટણી પહેલા, તે ૩૦ દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. સાત વર્ષમાં આ ૧૩મી વખત છે જ્યારે રામ રહીમ જેલમાંથી બહાર આવ્યો છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી મહિતી મુજબ, રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત તેને લેવા માટે પહોંચી હતી. બળાત્કારના કેસમાં જેલની સજા ભોગવી રહેલા રામ રહીમને મળેલા પેરોલ પર વિવાદ થયો છે. વિપક્ષનો આરોપ છે કે ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે, ખાસ કરીને ચૂંટણી દરમિયાન, રામ રહીમને મુક્ત કરી રહી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ, રામ રહીમ પોલીસ સુરક્ષા સાથે સિરસા ડેરા જવા રવાના થયો હતો.

Related Posts