1.5 કરોડના ખર્ચે અમરેલી તાલુકાના છ ગામોને મળશે નવા પંચાયતભવન

નાયબ દંડક કૌશિક વેકરિયાના પ્રયત્નોથી દરેક પંચાયતભવન માટે 25 લાખ રૂપિયાની રકમની સૈધાંતિક મંજૂર મળી. અમરેલી તાલુકાના માલવણ, ચાડિયા, સણોસરા- થોરડી, નાના ગોખરવાળા અને રાંઢીયા વગેરે ગામોમાં ગ્રામ પંચાયતમાં ભવનો ખૂબ જ જૂના અને જર્જરિત થઈ ગયા હોય, નવા બનાવવા ખૂબ જ જરૂરી હતું. 25 30 વર્ષ પહેલાં બનેલા આ ભવનો નવા બનાવવાની જરૂરિયાત હોય, ધારાસભ્ય શ્રી કૌશિક વેકરિયાએ રજૂઆત કરતા ઉક્ત દરેક ગામમાં નવા પંચાયત ભવન બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. જે મુજબ દરેક ગામમાં 25 લાખ રૂપિયાના ખર્ચે નવા પંચાયત ભવન બનશે. આમ કુલ 1.5 કરોડના ખર્ચે ઉક્ત ગામોમાં નવા પંચાયત ઘરો બનવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરાશે.
Recent Comments