કેન્દ્ર સરકારના સ્કિલ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય દ્વારા, ૦૪.૧૦.૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સમગ્ર દેશની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ‘કૌશલ દિક્ષાંત સમારોહ’ યોજાયા હતા. જેના અનુસંધાને રાજુલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો હતો.
આ દિક્ષાંત સમારોહમાં ઓગસ્ટ ૨૦૨૫ માસ દરમિયાન લેવાયેલી અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ઉત્તિર્ણ થયેલા તાલીમાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં નિયામકશ્રી, રોજગાર અને તાલીમ, ગાંધીનગર તરફથી પ્રત્યેક ટ્રેડમાં એકથી ત્રણ ક્રમાંકે ઉત્તિર્ણ થયેલા તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
એનસીવીટી બોર્ડ દ્વારા લેવાયેલી અખિલ ભારતીય વ્યવસાય કસોટી-૨૦૨૫ના પરિણામોમાં અમરેલી જિલ્લાની ૧૨ આઈ.ટી.આઈ.માં પાસઆઉટ થતાં તાલીમાર્થીઓમાં આઈ.ટી.આઈ રાજુલાના બે તાલીમાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જે પૈકી કોપા ટ્રેડના તાલીમાર્થી બહેન શ્રી.જીવુબેન અરજણભાઈ લાખણોત્રાએ અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યુ છે.
આ પ્રસંગે સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ, જાફરાબાદના પ્રાચાર્ય શ્રી ડો.વિરણ શીલુ, આઈ.ટી.આઈ રાજુલાના આચાર્ય શ્રી ચિંતન જાની, અલ્ટ્રાટેક કંપની કોવાયાના શ્રી, દેવેન્દ્ર સિંઘ, સ્વાન ડિફેન્સ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝના શ્રી ભરત જોબનપુત્રા, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના શ્રી દર્શક મજમુદારે તાલીમાર્થીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈટીઆઈ રાજુલાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ રાજુલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments