ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ-સરકારી ભાગીદારી અને એપ્રેન્ટિસશીપ સાથેના અભ્યાસક્રમ દ્વારા કૌશલ્યના અંતરના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે: જયંત ચૌધરી

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના માનનીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “આજના જ્ઞાન આધારિત વિશ્વમાં યોગ્ય કૌશલ્ય સમૂહ આપણને યોગ્યતા અને રાષ્ટ્રીય વૃદ્ધિ બંને આપે છે.” ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વડોદરાના ત્રીજા વાર્ષિક ટેકનિકલ ફેસ્ટિવલ “એપિટોમ ૨૦૨૫”ના મુખ્ય અતિથિ તરીકે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બોલતા શ્રી ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “પરિવહન એટલે વેગ અને તે વૃદ્ધિને વેગ આપે છે. લોજિસ્ટિક્સનું ભવિષ્ય હરિયાળું અને ડિજિટલ છે અને એઆઈ સંચાલિત આગાહી જાળવણી મુખ્ય ડ્રાઇવર બનશે.”
મંત્રીશ્રીએ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને પ્રધાનમંત્રી ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ, ઉડ્ડયન, રેલવે, દરિયાઈ વગેરેમાં દેશ દ્વારા કરવામાં આવેલું રોકાણ યુવાનો માટે વૈશ્વિક કારકિર્દીના માર્ગો ખોલી રહ્યું છે. જાે કે, સમગ્ર ક્ષેત્ર (રેલવે, ઉડ્ડયન, લોજિસ્ટિક્સ વગેરે) અત્યંત ટેકનિકલ હોવાથી, ઉચ્ચ કૌશલ્ય ધરાવતા માનવબળની જરૂર છે. ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારે ભૂલો ઘટાડવા અને કાર્યદક્ષતા વધારવા માટે આ કુશળ વ્યાવસાયિકો બનાવવા માટે સુમેળમાં કામ કરવું જાેઈએ.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની ભૂમિકા પર પ્રકાશ પાડતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં સ્ટાર્ટઅપ્સને બમણા કરવાથી વધારાની ૫૦ મિલિયન રોજગારીનું સર્જન થશે અને એટલે જ ક્ષેત્રને લગતા કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમો અને સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવું અતિ મહત્ત્વપૂર્ણ છે. ભારત સરકારે હાલમાં જ આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે.
‘ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય‘ના “ઉદ્યોગ-સંચાલિત” અભિગમની પ્રશંસા કરતાં શ્રી ચૌધરીએ યુનિવર્સિટીને સલાહ આપી હતી કે તેઓ પુન:કૌશલ્ય અને કૌશલ્ય સંવર્ધનની પહેલમાં નોંધપાત્ર વધારો કરવા માટે એનએસટીઆઇ (દ્ગજી્ૈંજ) સાથે ભાગીદારી કરે અને તેમને માર્ગદર્શન આપે. “ટ્રાન્સપોર્ટ ૩૬૦: લેન્ડ, એર, સી એન્ડ બિયોન્ડ” થીમ સાથે ૨-દિવસીય ટેક્નિકલ ફેસ્ટિવલમાં આ ક્ષેત્રની ઘણી ટોચની કંપનીઓને આકર્ષી હતી. આ પ્રસંગે ડો.હેમાંગ જાેશી (વડોદરાના સાંસદ)એ પ્રધાનમંત્રીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝન અને તેમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી હતી. આ પ્રસંગે પ્રો.મનોજ ચૌધરી (વાઇસ ચાન્સેલર, ગતિમાન શક્તિ વિશ્વવિદ્યાલય)એ યુનિવર્સિટીની “ઉદ્યોગ-સંચાલિત ઇનોવેશન-સંચાલિત” દ્રષ્ટિમાં થયેલી પ્રગતિ વિશે માહિતી આપી હતી. પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો જેમ કે દવિંદર સંધુ (ડીબી એન્જિનિયરિંગ), સૂરજ ચેત્રી (એરબસ), અનિલ કુમાર સૈની (અલસ્ટોમ), એન્ડ્રિયાસ ફોઇસ્ટર (ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ), જયા જગદીશ (એએમડી), પ્રોફેસર વિનાયક દીક્ષિત (યુએનએસડબ્લ્યુ ઓસ્ટ્રેલિયા), પ્રવીણ કુમાર (ડીએફસીસીઆઈએલ) અને મેજર જનરલ આર. એસ. ગોડારા વિચાર વિમર્શ અને વિચારોની આપ-લે કરવા જાેડાયા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ના મહાસચિવ દત્તાત્રેય હોસબલે દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું
આપણે વિચારવું પડશે કે આપણે બહારથી આવનારાને આદર્શ બનાવવા જાેઈએ કે સ્થાનિકોને માન આપવું જાેઈએ
(જી.એન.એસ) તા. ૨૩
બેંગલુરુ,
કર્ણાટકના બેંગ્લુરુમાં આરએસએસ મહાસચિવ દત્તાત્રેય હોસબલે દ્વારા મહારાષ્ટ્રમાં ઓરંગઝેબની કબર ને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે મામલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘ઓરંગઝેબે જે કર્યુ તેના કારણે તેમને આઇકોન માનવા ન જાેઇએ, ગંગા-જમના સંસ્કૃતિ વિશે વાત કરનારા લોકોને ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ કેમ યાદ નથી? જાે દિલ્હીમાં ઔરંગઝેબ રોડ બદલીને અબ્દુલ કલામ રોડ કરવામાં આવે, તો તેનો કોઈ અર્થ તો છે ને? તો જે કોઈ આપણી સંસ્કૃતિ વિશે વાત કરશે, આપણે તેનું પાલન કરીશું.‘
સીમાંકન અંગે, ઇજીજીના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ કહ્યું, ‘વસ્તી ગણતરી શરૂ થવા દો. સીમાંકન પણ થવા દો, પછી આપણે જાેઈશું. જાે સંઘના કોઈપણ વ્યક્તિ કે કાર્યકરને યોગ્યતાના આધારે રાજકારણી તરીકે નિયુક્ત કરવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી. આમાં સંઘની કોઈ ભૂમિકા નથી.‘
તેમજ મુસ્લિમોને કોન્ટ્રાક્ટમાં ૪ ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના ર્નિણયનો આરએસએસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, ‘ભારતીય બંધારણમાં ધર્મ આધારિત અનામતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતાં.‘
Recent Comments