SMS તથા Social Mediaનો દૂરઉપયોગ અટકાવવા સંબંધિત કામગીરી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
સમગ્ર ગુજરાતમાં વિધાનસભા સમાન્ય ચૂંટણી ૨૦૨૨ અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ચૂંટણી દરમિયાન SMS તથા Social Mediaનો દૂર ઉપયોગ અટકાવવા સંબંધી તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભયમુક્ત રીતે યોજાય તે માટે મોનીટરીંગની કામગીરી અર્થે અમરેલી જિલ્લામાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેકટરની નિમણુક કરવામાં આવી છે. જિલ્લામાં SMS તથા Social Media નો દૂર ઉપયોગ અટકાવવા માટે તેમજ કોઇપણ વ્યક્તિ ચૂંટણી સંબંધે ગેરરિતી તેમજ ભયનું વાતાવરણ SMS તથા Social Media દ્વારા ઉભું કરે તો તે બાબતે નિયુક્ત પોલીસ અધિકારીશ્રીઓના સંપર્ક નંબર પર વોટ્સએપના તથા ફોન કે અન્ય માધ્યમથી જાણ કરી શકાશે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને આ અંગેની વિગતો વિશે જાણ કરવા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મો.નં. ૯૯૭૮૪ ૦૭૯૭૩, પોલીસ ઇન્સ્પેકટર મો.નં. ૮૩૨૦૪ ૬૪૨૮૨ પોલીસ સબ ઇન્સ્પેકટર કોમ્પ્યુટર શાખા મો.નં. ૯૮૨૪૯ ૦૪૭૪૮ પર સંપર્ક કરવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભંડારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments