અમરેલી

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલાની બહેનોની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ઝળહળતી સિદ્ધિ

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે તા ૧૩-૧૦-૨૫ થી ૧૫-૧૦-૨૫ દરમ્યાન ૫૩મો યુવક મહોત્સવ “સિંદુરોસ્તવ”  યોજાયો જેમાં અનેકવિધ સ્પર્ધાઓમાં અમારી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો, જેમાં કલા- વિભાગની સ્પર્ધા હસ્તકલા હોબીમાં ટી.વાય.બી.એ ની વિદ્યાર્થીની માંજરીયા સુર્મિલા જગુભાઈનો પ્રથમ નંબર તથા પથ્થર નંદના મુકેશભાઈએ રંગોળીમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી શ્રી નૂતન કેળવણી મંડળ અને ઘેલાણી મહિલા કોલેજનું ગૌરવ વધાર્યું છે. અન્ય સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીનીઓનું પ્રદાન ઘણું ઉત્તમ હતું આ સફળતા માટે કોલેજના કાર્યકારી આચાર્ય  ડી.એલ.ચાવડા સાહેબનું પ્રોત્સાહન, પ્રા.ડો.પ્રતિમા શુક્લનું માર્ગદર્શન, કલા વિભાગની સુઝબુઝ અને મહેનતના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થયેલ છે.અન્ય સ્પર્ધાઓમાં પ્રા.ડૉ.રુકશાના કુરેશી પ્રા.છાયાબેન શાહ દ્વારા મહેનતપૂર્વક તૈયારી કરાવવામાં આવેલ હતી,સમગ્ર યુનિવર્સિટીમાં ખૂબ મોટી સંખ્યામાં સ્પર્ધક ભાગ લેતા હોય છે તેમાં આ છેવાડાની અને નાની એવી મહિલા કોલેજની બહેનો જ્યારે પુરસ્કાર પ્રાપ્ત કરે છે ત્યારે સૌ અત્યંત હર્ષની લાગણી અનુભવતાં જોવા મળે છે. આ સમગ્ર કાર્યક્રમની ગોઠવણ અને સંચાલન કો-ઓર્ડીનેટર પ્રા.ડો. હરિતા જોશી દ્વારા કરવામાં આવેલ હતું,તથા સમગ્ર સ્ટાફનાં પૂર્ણ સહયોગથી સફળતા પ્રાપ્ત થયેલ છે.નૂતન કેળવણી મંડળના પ્રમુખ,ઉપપ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી તથા તમામ ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવેલ છે.

Related Posts