અમરેલી

બગસરાં પોલીસની ટાઢ ઉડાડતા તસ્કરો, ત્રણ દિવસમાં ત્રણ સ્થળોએ ચોરી

પોલીસ પેટ્રોલિંગના અભાવનો લાભ લેતા તસ્કરો
દુકાન અને રહેણાંક મકાનને નિશાન બનાવનારા તસ્કરોને ઝડપી પાડવા માંગ ઉઠી

બગસરામાં પોલીસને ઉંઘતી રાખી માત્ર ત્રણ દિવસમાં જ તસ્કરોએ ત્રણ સ્થળોએ કુમકુમ પગલા પાડી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસ પેટ્રોલિંગના અભાવે તસ્કરોને છુટ્ટો દોર મળી ગયો હોય તેમ બેરોકટોક ચોરીને અંજામ આપી રહ્યાં છે. બગસરામાં ઉંઘતી પોલીસ અને જાગતા તસ્કરો જેવો ઘાટ સર્જાયો છે. થોડા દિવસો પહેલા મેઈન બજારમાં આવેલી કરિયાણાની દુકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો અને જુદી-જુદી ચલણી નોટ મળી રૂ.૭પ૦૦૦ની ચોરી કરી નાસી ગયા હતા. હજુ આ તસ્કરો ઝડપાય તે પહેલા બગસરા તાલુકાના માવજીંજવા ગામે અમિતભાઈ સાવલીયાના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના ત્રણેય રૂમના દરવાજા તોડી પ્રવેશ કરી લોખંડના કબાટનું તાળુ તોડી સોનાની બુટ્ટી, ઝાંઝરી અને રોકડ રકમ મળી કુલ રૂ.રર૦૦૦ની ચોરી થઈ હતી તો બગસરામાં રહેતા ધરવ ચેતનભાઈ કોટીચાના રહેણાંક મકાનમાંથી તસ્કરોએ રોકડ રકમ, ચાંદીના સિકકા, આધારકાર્ડ, પાનકાર્ડ સહિત રૂ.૪૦૦૦૦ની ચોરી કરી હતી. તસ્કરોએ માત્ર એક અઠવાડિયામાં જ બગસરા પંથકને ધમરોળી નાખ્યું છે. ચોરી કરનાર ગેંગ બહારથી આવી હોવાની પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે.

Related Posts