વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં ૨૨ મે, ૨૦૨૫ થી ૫ જૂન, ૨૦૨૫ સુધી “Ending Plastic Pollution Globally” થીમ લોકજાગૃત્તિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ એકઠો કરવાનું અભિયાન શરુ છે.
લાઠી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા દામનગર, લાઠી કુંભનાથ મહાદેવ મંદિરના પરિસરમાં ‘પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ ડ્રાઇવ‘ અંતર્ગત પ્લાસ્ટિક, કચરો એકઠો કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં સાફસફાઈ કરવામાં આવી હતી.
લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં દામનગર શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અંગે બેનર્સ દ્વારા જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી.
બાબરા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા બાબરાના વિવિધ વિસ્તારોમાં, સાવરકુંડલા સામાજિક વનીકરણ રેન્જ દ્વારા પવિત્ર ઉપવન, મોટા ઝિંઝુ઼ડા ખાતે, ધારી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા આંબરડી વન કવચ, આંબરડી સફારી પાર્ક, ખોડીયાર વન કૂટિર ખાતે તેમજ અમરેલી સામાજિક વનીકરણ રેન્જ દ્વારા માચીયાળા ગ્રામ પંચાયત કચેરી અને આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
જિલ્લાના આ વિવિધ સ્થળોએ સ્થાનિક અગ્રણીશ્રીઓ, નાગરિકો, મહાનુભાવો અને વનવિભાગના કર્મયોગીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પાણી બચાવવા અને ઉપયોગ ન હોય તેવા સંજોગોમાં પાણીનો બગાડ થતો અટકે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમોમાં સ્થાનિક અગ્રણીશ્રીઓ, વનવિભાગના કર્મયોગીશ્રીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
Recent Comments