દિલ્હીના તિલક નગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે શેરી હિંસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ઇન્ફ્લુએન્સર દીપક શર્મા પર ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દીપક શર્માને પુરુષોના એક જૂથ દ્વારા માર મારવામાં આવતો જાેવા મળે છે. હુમલાખોરોમાં શર્માએ સાથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પ્રદીપ ઢાકાને મુખ્ય આરોપી તરીકે ઓળખાવ્યો હતો.
શર્માના જણાવ્યા મુજબ, તે એક સમારંભમાં હાજરી આપવા માટે તિલક નગર પહોંચ્યા હતા ત્યારે તેમને બહાર બોલાવવાનો ફોન આવ્યો હતો. બહાર નીકળતાં જ તેમના પર કોઈ ઉશ્કેરણી વિના હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
આ ઘટના બાદ, શર્માએ રાજવીર, પ્રદીપ ઢાકા અને અન્ય લોકોને હુમલા માટે જવાબદાર ગણાવીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા, દિલ્હી પોલીસે કેસ નોંધ્યો હતો અને એક આરોપીની ધરપકડની પુષ્ટિ કરી હતી.
હુમલાખોરોની ધરપકડ કરવા માટે ટીમની રચના
“હુમલાખોરોની ઓળખ પ્રદીપ ઢાકા અને તેના મિત્રો તરીકે કરવામાં આવી છે. બીએનએસની યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને હુમલાખોરોને શોધવા અને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી છે,” ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પશ્ચિમ) વિચિત્ર વીરે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે શર્મા અને ઢાકા બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોવાનો દાવો કરે છે અને તિલક નગરના મોલ રોડ ખાતે એક સામાન્ય મેળાવડામાં હાજરી આપવા આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને તેમની વચ્ચે વિવાદ થયો હોવાનું કહેવાય છે.”
દિલ્હીના તિલક નગરમાં સોશિયલ મીડિયા પ્રભાવક દીપક શર્મા પર હુમલો, એકની ધરપકડ

Recent Comments