ર્જીંય્ દ્વારા ગામમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરો રિફિલ કરીને તેનું વેચાણ કરનારા પર દરોડા પાડી ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરી ૩ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોપાટણમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગનો પર્દાફાશ થયો, ૨ શખ્સોની ધરપકડ કરવામાં આવી અને ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો માલ જપ્ત કરવામાં આવ્યો. પાટણ તાલુકાના ચારૂપ ગામમાં ર્જીંય્ દ્વારા ગેરકાયદેસર ગેસ રીફિલિંગના એક વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ભારત ગેસ એજન્સી સાથે જાેડાયેલા ૨ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ર્જીંય્ને બાતમી મળી હતી કે ચારૂપ ગામમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરો રિફિલ કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે ર્જીંય્ની ટીમે દરોડા પાડી આ ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં ગેસ સિલિન્ડરો, રિફિલિંગ માટેના સાધનો અને રોકડ રકમ મળી કુલ ૩ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા કેટલાક સમયથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા. ગેરકાયદેસર રીતે રિફિલ કરવામાં આવતા ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થવાની શક્યતા રહે છે, જે જાનમાલને નુકસાન પહોંચાડી શકે છે. આવા ગેરકાયદેસર ધંધાને રોકવા માટે સરકાર અને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવાની જરૂર છે.
Recent Comments