SOG પોલીસે વધુ એક નકલી તબીબ ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસ બોગસ ડોક્ટરોને ઝડપી સખ્ત કાર્યવાહી કરી રહી છે. નવસારી ર્જીંય્ પોલીસે વધુ એક નકલી તબીબ ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નવસારી એસઓજીએ સાતેમ ગામે શિવ આયુર્વેદિક નામની હોસ્પિટલ ચલાવતા તબીબ ડિગ્રી અને લાયસન્સ વગર દવાખાનું ચલાવતો હતો. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસ બોગસ ડોક્ટરોને ઝડપી સખ્ત કાર્યવાહી કરી રહી છે. આયુર્વેદિકની હોસ્પિટલમાં એલોપેથીની સારવાર આપતા તબીબને ઝડપી રૂપિયા ૨.૬૯ લાખનો દવાનો જથ્થો અને પ્રેક્ટિસના સાધનો કબ્જે કર્યા છે.
પોલીસ એક બાદ એક નકલી તબીબોને ઝડપતા નકલી તબીબોમાં ફફડાટ ફેલાયો છે. નવસારી રૂરલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બોગસ ડોકટર નટવરગીરી ગોસ્વામી આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓને એલોપેથીની સારવાર આપી રહ્યો હતો. અગાઉ બનાસકાંઠામાં ર્જીંય્ અને આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી મોટા બામોદરામાંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી ૯૯ હજારનો એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કર્યા પછી દાંતાના અંતરિયાળ વિસ્તારમાં ત્રણ શખ્સો ક્લિનિક ચલાવતા હતા . અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ત્રણ મુન્ના ભાઈઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. અંબાજી તાલુકાના દાંતા કેમ્પસમાંથી ડોકટરો તરીકે ઉભેલા ત્રણ નકલી તબીબો ઝડપાયા હતા. એસઓજી, આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ મુન્નાભાઈઓ લાંબા સમયથી દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા હતા.
Recent Comments