જામકા પ્રાથમિક શાળાના બાળકોને સોલાર કંપની દ્વારા સીએસઆર અંતર્ગત ટ્રેક ડ્રેસનું વિતરણ કરાયું

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની જામકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત અને યોગાસન વખતે પહેરી શકાય તેવા ટ્રેક ડ્રેસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.જામકા સ્થિત સોલાર કંપની પર્યાપ્ત એનર્જી દ્વારા સી.એસ.આર. કાર્યક્રમ અંતર્ગત જામકાના વિદ્યાર્થીઓને ટ્રેક ડ્રેસનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તે વખતે સોલાર કંપનીના કર્મચારી સર્વ શ્રી આલોક નિગમ, શ્રી અનુપમ ચૌધરી, શ્રી આકાશ શાહ, શ્રી આમન્યા ગુપ્તા, શ્રી પ્રવિણ લાડવા, શાળાના આચાર્યશ્રી શાળાના શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જામકા શાળા પરિવાર દ્વારા સી.એસ.આર. એક્ટિવીટી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ સોલાર કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ જામકા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments