*સોલાર એનર્જી ગ્રીન એનર્જી* ના ભાગ રૂપે લીલીયા તાલુકા ના *પુંજાપાદાર ગામે પીજીવીસીએલ ના નાયબ ઈજનેર એમ. એચ. કાલાણી સાહેબ દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના* હેઠળ વીજ ગ્રાહકો ને સોલાર રૂફટોપ અંગે ની માહિતી અને સોલાર સબસીડી ની જાણકારી આપવા માટે નો રાત્રી ના સમયે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.. સોલાર ફીટ થઈ ગયા પછી તેની જાળવણી કેવી રીતે કરવી અને સોલાર પ્લેટ રાત્રી ના સમયે સાફ કરવાની જાણકારી આપવામાં આવેલ હતી. સોલાર રૂફટોપ લગાવ્યા બાદ વીજ બચત અંગે માહિતી આપવામાં આવેલ હતી.. આ ઉપરાંત ઘરમાં સલામતી માટે ELCB લગાડવા અંગે ની જાણકારી આપવામાં આવેલ હતી..મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત થયેલ હતાં… સરપંચ શ્રી તથા ગામના અગ્રણી વિનુભાઈ રામાણી દ્વારા ગ્રામજનો ને સોલાર રૂફ ટોપ ફીટ કરવામાં માટે સહાય ની જાહેરાત કરેલ અને દેશ ના ગ્રીન એનર્જી ના ભાગ માં જોડીદાર થવા અપીલ કરેલ હતી. ગ્રામજનો દ્વારા સુંદર માહિતી આપવા બદલ કાલાણી સાહેબ નો આભાર માનવામાં આવેલ હતો..
સોલાર એનર્જી ગ્રીન એનર્જી, પુંજાપાદાર ગામે પીજીવીસીએલ ના નાયબ ઈજનેર એમ. એચ. કાલાણી દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના* હેઠળ વીજ ગ્રાહકો ને સોલાર રૂફટોપ અંગે ની માહિતી અને સોલાર સબસીડી ની જાણકારી અપાઈ

Recent Comments