બોટાદમાં તાલુકા સેવા સદનમાં છત પર લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલો ભંગાર હાલતમાં જાેવા મળ્યા
સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જાેવા મળી રહ્યું છે બોટાદ તાલુકા સેવાસદન માં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોલાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહી છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. તો બીજીબાજુ તપાસ કરીને કાર્યવાહી કરવા જવાબદાર અધિકારી ગાણું ગાઈ રહ્યાં છે. બોટાદ જિલ્લામાં ૨૦૧૨ થી જીલ્લો જાહેર કરવા સાથે કરોડના ખર્ચે બિલ્ડિંગોનાં નિર્માણ કરી વિભાગો કાર્યરત થઇ ગયા હતા. સરકાર દ્વારા વિભાગોને લાઈટનો ખર્ચ બચાવવાં માટે બિલ્ડીંગ ના નિર્માણ સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરી સોલાર પેનલ લગાવવામાં આવી છે.
પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા સેવા સદનમાં સોલાર પેનલ બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહિ છે. સરકારી કચેરીઓ ને દર મહિને હજારો રૂપિયાનું બિલ આવે છે. જાે સોલર પેનલ કાર્યરત હોત તો કેટલાક વર્ષોથી લાઈટ બિલ ફરી રહેલ કચેરીઓને લાખોની બચત થઈ હોત, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ને કારણે સરકારના નાણાં વ્યર્થ જઈ રહ્યા છે ત્યારે જવાબદાર કોણ તે મોટો સવાલ થાય છે. બોટાદ તાલુકા સેવા સદન માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સીને જાળવણીની જવાબદારી આપવામાં આવી છે.
પરંતુ તાલુકા સેવા સદનમાં છત પર લગાવવામાં આવેલ સોલાર પેનલો ભંગાર હાલતમાં આવી ગઈ છે. કેટલાય વર્ષોથી છત પર ચડવાની કોઈએ તસ્દી ના લીધી હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. અત્યારે સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જાેવા મળી રહ્યું છે. સોલાર પેન્ડલ સાથે કેટલા વર્ષોથી જનરેટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં નિયમિત જાળવણીના અભાવે ભંગાર હાલત થઈ છે ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે સ્ટેટ ઇશ્મ્ વિભાગ દ્વારા પસંદ થયેલ એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે અને સરકારી મિલકતને નુકસાન થવા બદલ રિકવરી કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા ઇશ્મ્ કાર્યપાલક ઇજનેરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર હકીકત અંગે તપાસ કરવામાં આવશે અને જવાબદાર પર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે તો જાેવાનું રહે છે કે સરકારી મિલકતની જાળવણીમાં બેદરકારીને કેટલી ગંભીરતાથી લેવાય છે અને શું કાર્યવાહી કરે છે.
Recent Comments