ગુજરાત

આજે આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે રી-રી ગર્ડરિંગ કામગીરી હાથ ધરાતા એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે બ્રિજ સંખ્યા ૬૫ ના (અપ લાઇન) પર સ્પૈન (૪૫.૭ મીટર લંબાઈ) ની રી-રી ગર્ડરિંગ (લોન્ચિંગ અને ડી-લોન્ચિંગ) કાર્યને કારણે એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી ૦૫ જૂન ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે. ટ્રેન નંબર ૬૯૧૩૫ આણંદ-ડાકોર મેમુ ટ્રેન તથા ટ્રેન નંબર ૬૯૧૩૬ ડાકોર-આણંદ મેમુ ટ્રેન ૦૫ જૂને રદ રહેશે. જયારે ૦૫ જૂનના રોજ, ટ્રેન નંબર ૬૯૧૯૦ દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા સુધી ચાલશે અને ગોધરા-આણંદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. રેલવે પ્રશાશન તરફથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

Related Posts