ગુજરાત

સોમનાથ બન્યું શિવમય; મુખ્ય ચાર માર્ગીય સર્કલ્સ ઉપર ગુંજી ઉઠ્યા શિવ આરાધના સ્વર, સૂર અને સંગીત

સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ૦૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથ
સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પણ ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન દાદા
સોમનાથની અલૌકિક અને ઐતિહાસિક ભૂમિ પર આવનાર છે. સ્વાભિમાન પર્વની ઉજવણી સાથે સમગ્ર સોમનાથની આભાએ કંઈક અલગ જ
વાતાવરણનું સર્જન કર્યું છે. શિવ આરાધનાના સ્વર, સૂર અને સંગીતથી સોમનાથ શિવમય બન્યું છે.

દેશ-વિદેશથી શિવ ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા અને આ સ્વાભિમાન પર્વમાં સહભાગી બનવા સોમનાથના અતિથિ બન્યા છે. ત્યારે સોમનાથે
પણ વિશેષ શણગાર સજ્યા છે. સોમનાથના વિવિધ ચાર માર્ગીય સર્કલ પર મૂકવામાં આવેલી સાઉન્ડ સિસ્ટમ પર વહેલી સવારે શિવ આરાધના,
મંત્રોચ્ચાર, શિવ ધૂન અને ભજનો તથા ગીત-સંગીતથી વાતાવરણ શિવ ભક્તિમય બન્યું છે. ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળો પર રોશની
અને સુશોભનથી સોમનાથને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

Related Posts