માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે
સરકારશ્રી દ્વારા અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આ શૃંખલા અંતર્ગત, આયુષ્માન આરોગ્ય મંદિર –
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડ (ઘો) ખાતે ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ (PMSMA) અંતર્ગત સગર્ભા
મહિલાઓ માટે એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. ચિંતન રાઠોડ દ્વારા વાળુકડ વિસ્તારના વિવિધ ગામોમાંથી આવેલી આશરે
૩૫ જેટલી સગર્ભા બહેનોની ઝીણવટભરી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન જરૂરી લેબોરેટરી ટેસ્ટ
કરવામાં આવ્યા હતા અને જે બહેનોને સોનોગ્રાફીની જરૂર હતી. તેમને MOU થયેલ સંસ્થાઓમાં વિનામૂલ્યે
સોનોગ્રાફીની સુવિધા પુરી પાડવામાં આવી હતી.
તદુપરાંત, સગર્ભાવસ્થા દરમિયાન લેવાના થતા પોષણક્ષમ આહાર અને સ્તનપાનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ
વિશે વિસ્તૃત સમજણ આપી ‘આરોગ્ય શિક્ષણ’ પૂરું પાડવામાં આવ્યું હતું.
સગર્ભા બહેનોને પરિવહનમાં મુશ્કેલી ન પડે તે માટે ‘ખિલખિલાટ’ વાહનની સેવા ઉપલબ્ધ કરાવી, તેમને
ઘરેથી લાવવા-લઈ જવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, મેડીકલ ઓફીસર, આયુષ મેડીકલ ઓફિસર , સુપરવાઈઝરશ્રી, આયુષ્માન આરોગ્ય
મંદિરના કર્મચારીઓ, આશા બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોએ ખંતપૂર્વક સેવાઓ આપી હતી.
મુખ્ય હાઈલાઈટ્સ બોક્સ
- ૩૫ સગર્ભા બહેનોનું આરોગ્ય પરીક્ષણ.
- નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ દ્વારા ઝીણવટભરી તપાસ.
- વિનામૂલ્યે લેબોરેટરી અને સોનોગ્રાફી સેવા.
- સ્તનપાન અને ઉચિત પોષણ અંગે પરામર્શ.


















Recent Comments