ભારતના ચૂંટણી પંચ,નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્રથી તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૨૮/૧૦/૨૦૨૫થી શરૂ થઈ તા.૦૭/૦૨/૨૦૨૬ સુધી જાહેર થયેલ છે.
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ કામગીરી સંદર્ભે આજરોજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ.આર.ઉકાણીના અધ્યક્ષસ્થાને સોશ્યિલ મીડિયા અને મીડિયા કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અમરેલી જિલ્લામાંથી પ્રસિદ્ધ થતા સમાચાર પત્રો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત વિવિધ પ્રચાર પ્રસારના માધ્યમો પર અફવા અને સંપૂર્ણ વાસ્તવિકતાની ખરાઈ કર્યા વિના પ્રસિદ્ધ થયેલા સમાચારો પર સઘન મોનીટરીંગ કરવાની કામગીરી સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને દૈનિક રીપોર્ટ સહિતની કામગીરી નિયમિત રીતે ચોક્કસાઈ પૂર્વક થાય તેના પર ભાર મૂકીને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ કમિટીના સર્વ સભ્યશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઉપયોગી સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોની ખરાઈ તા.૦૪/૧૧/૨૦૨૫ થી બુથ લેવલ ઓફિસર દ્વાર શરૂ થનાર છે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો (https://voters.eci.gov.in/) પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારી દ્વારા તમામ મતદારોનાં ઘેર જઈને Enumeration Form આપશે તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપશે. આ અંગે જિલ્લા કક્ષાએ ૧૯૫૦ હેલ્પલાઈન નંબર કાર્યરત છે.
આ બેઠકમાં સોશ્યિલ મીડિયા અને મીડિયા કમિટીની બેઠકમાં નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક (ઇ.ચા) શ્રી પ્રિયંકા પરમાર, પ્રિન્ટ મીડિયા કમિટી સભ્યશ્રીઓ, સોશ્યિલ મીડિયા કમિટી સભ્યશ્રી આકાશભાઈ પંડ્યા, ઇલેક્ટ્રીક મીડિયા કમિટીના સભ્યશ્રીઓ, ટેક્નિકલ ટીમ સભ્ય શ્રી રવિ ગુપ્તા, રિપોર્ટ કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments