ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા હાલ મતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મામલતદાર કચેરી લાઠી-બાબરા અને એમ.સી. હાઈસ્કુલ દામનગર ખાતે તા.૨૯-૧૧-૨૦૨૫ બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ ક. સુઘી તા.૩૦-૧૧-૨૦૨૫ સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ સુઘી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ખાસ કેમ્પમાં મામલતદાર કચેરી બાબરા ખાતે બાબરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના મતદારો ગણતરી ફોર્મના ડોક્યુમેન્ટ આપી શકશે. મામલતદાર કચેરી લાઠી ખાતે લાઠી શહેર, લાઠી ગ્રામ્યના શેખપીપરીયા, કેરીયા, નાના રાજકોટ, વીરપુર, કરકોલીયા, રામપર, મેથળી, ભુરખીયા, તાજપર, હદીથરા, માળવીયા, પીપરીયા, મતિરાળા, દૂધાળાબાઈ, અડતાળા, હરસુરપુર, જરખીયા, હિરાણા, ચાવંડ, દેરડીજાનબાઈ, પીપળવા, ભીંગરાડ, પ્રતાપગઢ, આસોદર, ઈંગોરાળા, આંબરડી, નારાયણગઢ, નારણગઢ, મેમદા, કાંચરડી, અકાળા, લુવારીયા, દુધાળાલાઠી, ટોડા, કેરાળા, કૃષ્ણગઢના મતદારો ભાગ લઈ શકશે.
એમ.સી. હાઈસ્કુલ દામનગર ખાતે દામનગર શહેર તથા છભાડીયા, ધ્રુફણિયા, ઠાંસા, મુળીયાપાટ, સુવાગઢ, હાવતડ, પાડરશીંગા, શાખપુર, હજીરાધાર, ભટ્ટવદર, ધામેલ, ધામેલપરા, ભાલવાવ, રાભડાના મતદારો ભાગ લઈ શકશે. આ કેમ્પનો લાભ લેવા બાબરા-લાઠી અને દામનગરના મતદારહોને મતદાર નોંધણી અધિકારીશ્રી ૯૬- લાઠી વિભાધાનસભા અને પ્રાંત અધિકારીશ્રી લાઠીએ એક યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments