અમરેલી

ધારી તાલુકાના નાના ચરખા અને પાણિયાદેવ ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડઅમરેલી દ્વારા જિલ્લાના ધારી તાલુકામાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ધારી તાલુકાના નાના ચરખા અને પાણિયાદેવ ખાતે  ખેડૂતો માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્કેટીંગ મેનેજરશ્રી રાજભાઈ અકબરીબી.ટી.એમ શ્રીનિતિન સાવલિયાએગ્રી આસિસ્ટન્ટશ્રી તેજસ સભાડ ઉપસ્થિત રહ્યા હતા.

 તેપ્રાકૃતિક ખેતીનું મહત્વતેના લાભો તેમજ ખેડૂતની આવક વધારવામાં તેની ભૂમિકા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

તાલીમ દરમિયાન શ્રીઅકબરી દ્વારા  પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભોવિવિધ પાકોની નવી અને સુધારેલી જાતોખેતી પદ્ધતિપોષણ વ્યવસ્થાપન તથા ઉત્પાદન ખર્ચ ઘટાડવાના ઉપાયો અંગે અને પ્રાકૃતિક કૃષિના માર્કેટીંગ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

શ્રીસાવલિયા પાણિયાદેવ ગામના ખેડૂતોને  જીવામૃતઘનજીવામૃતબીજામૃતદશપર્ણી અર્કનીમાસ્ત્ર જેવી ઇનપુટ્સની તૈયારી અને ઉપયોગ અંગે સીધી માહિતી આપવામાં આવી હતી.

પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ તથા જીવાત નિયંત્રણજમીનની જીવંતતા વધારવીખર્ચ ઘટાડવો તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની તાલીમોથી પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળશે અને ખેડૂતોને ટકાઉખર્ચ ઘટાડતી તથા પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts