ગુજરાત

પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે (14 નવેમ્બર) એક્સયૂવી કારનો ભયાનક અકસ્માત થયો છે. અકસ્માતમાં ગુજરાતના વડોદરાના બે સહિત પાંચ લોકોના મોત થયા છે. કારમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના સાદુલ્લાહનગરમાં એક લગ્ન કાર્યક્રમ પૂર્ણ કરીને મુંબઈ અને વડોદરા પરત ફરી રહ્યા હતા. ઘટનામાં કાર સંપૂર્ણ નાશ પામી છે. અક્સ્માત એટલો ભયાનક છે કે, કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસે અને રેસ્ક્યૂ ટીમે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી પડી છે.પોલીસના જણાવ્યા મુજબ, મુંબઈમાં રહેતા 70 વર્ષિય ગુલામ રસૂલ, તેમનો 30 વર્ષિય પુત્ર ખાલિદ ઉર્ફે પપ્પૂ, મુંબઈનો જ પારિવારિક સંબંધી 30 વર્ષિય દુરેશ તેમજ ગુજરાતના વડોદરામાં રહેતા 35 વર્ષિક દાનિશ અને તેમનો 8 વર્ષિય પુત્ર સાદુલ્લાહનગરમાં એક લગ્ન સમારંભમાં એક્સયૂવી કારમાં આવ્યા હતા. લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ તેઓ પરત મુંબઈ અને વડોદરા ફરી રહ્યા હતા. આ તમામ લોકો 13 નવેમ્બરે સવારે કારમાં પરત ફરી રહ્યા હતા.કારમાં સવાર દાનિશ અને ગુલામ મોઈનુદ્દીનને વડોદરામાં ઉતારવાના હતા. ત્યારબાદ તેઓ મુંબઈ જવાના હતા. જોકે તેઓ મુંબઈ અને વડોદરા પહોંચે તે પહેલા તેમનો મધ્ય પ્રદેશના રતલામમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કાર 70 વર્ષિય ગુલામ રસૂલ પૂરઝડપે કાર ચલાવી રહ્યા હતા, જેના કારણે કાબુ ગુમાવતા કાર ખીણમાં ખાબકી ગઈ હતી, જેમાં તમામ પાંચ લોકોના મોત થયા છે.

Related Posts