ગુજરાત

અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસો બાબતેની ઝડપી કામગીરી

છેલ્લાં છ માસમાં કુલ ૬૮૦ નવા કેસો નોંધાયા, જેની સામે ખૂબ ઝડપથી કુલ ૧૦૮૭ જેટલા કેસોનો આખરી નિકાલ થયો

૧૬ જુલાઇના રોજ કલેકટર ઓફિસ ખાતે એક જ દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવા વિવાદિત ૫૦૧ કેસોની સુનાવણી થઈ

અમદાવાદ જિલ્લામાં હાલ ખૂબ ઝડપી કામગીરી થઇ રહી છે. ૧૬ જુલાઇના રોજ એક દિવસમાં જમીન વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવી જુદીજુદી તકરારોના ૫૦૧ કેસોની સુનાવણી કરવામાં આવી છે.
કલેક્ટર ઓફિસ અમદાવાદ દ્વારા વધુ કેસોની સુનાવણી થઇ નિકાલ થાય તેના માટે છેલ્લા બે માસથી ઝુંબેશ સ્વરૂપે આયોજન કરી દરેક સુનાવણીમાં ૧૦૦ થી વધુ કેસોની સુનાવણી આપવામાં આવે છે.
છેલ્લા બે માસની વાત કરીએ તો ૨૧ જૂનના રોજ કુલ ૬૪૮ કેસો તેમજ ૧૬ જુલાઈના રોજ કુલ ૫૦૧ કેસોની સુનાવણી કરવામાં આવી છે અને વિશેષ, હાલમાં ૬ માસથી જુના કોઈ કેસોની સુનાવણી આપવાની બાકીમાં નથી અને જાન્યુઆરી-૨૦૨૫માં નોંધાયેલ કેસોની સુનાવણી પણ આપી દેવામાં આવી છે.
કલેકટર કચેરીમાં નોંઘાયેલા કેસમાં છેલ્લાં છ માસની કામગીરીની વાત કરીએ તો, છેલ્લાં છ માસમાં કુલ ૬૮૦ નવા કેસો નોંધાયા છે, જેની સામે કુલ ૧૦૮૭ જેટલા કેસોનો આખરી નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહિ આ ઉ૫રાંત મનાઈ સુનાવણી કરી ૩૨૩ મનાઈ અરજીઓનો પણ નિકાલ કરવામાં આવ્યો છે. આમ કુલ ૧૪૧૦ હુકમો કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધીના કેસોના આવક અને નિકાલની વિગતવાર વાત કરીએ તો, ફેબ્રુઆરી ૨૦૨૫માં કુલ ૯૨ નવા કેસો નોંધાયા હતા, જેની સામે ફેબ્રુઆરી મહિનામાં જ ૩૮ કેસોનો નિકાલ થઈ ગયો હતો. માર્ચ ૨૦૨૫માં કુલ ૧૭૭ નવા કેસો નોંધાયા હતા, જ્યારે તેની સામે આજ મહિનામાં ૧૬૩ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં કુલ ૯૩ નવા કેસો નોંધાયા હતા, જેની સામે એપ્રિલમાં જ ૨૫૩ કેસોનો નિકાલ થયો હતો. મે ૨૦૨૫માં કુલ ૧૫૨ નવા કેસો નોંધાયા હતા, જેની સામે મે મહિનામાં જ ૩૦૧ કેસોનો નિકાલ થયો હતો. જૂન મહિનાની વાત કરીએ તો, જૂન ૨૦૨૫માં ૧૩૦ નવા કેસો નોંધાયા હતા, જેની સામે જૂન મહિનામાં ૨૦૨ કેસોનો નિકાલ થયો હતો. એટલું જ નહીં ૧૫ જુલાઈ ૨૦૨૫ સુધી કુલ ૩૬ નવા કેસો નોંધાયા છે, જેની સામે અત્યાર સુધીમાં ૧૩૦ વધુ કેસોનું નિકાલ કરવામાં આવ્યો છે.
આમ, છેલ્લા છ માસમાં નવી અપીલ અને રિવિઝન અરજીઓ ૬૮૦ નોંધાયેલ છે જેની સામે કુલ ૧૦૮૭ કેસોનો નિકાલ થયો છે. એટલે કે કેસોની આવક કરતા કેસોનો નિકાલ ખૂબ ઝડપથી કરવામાં આવી રહ્યો છે. આ બાબતે જિલ્લા કલેકટર કચેરીની લીગલ ટીમ દવારા જે તે અઘિકારીના માર્ગદર્શ અને સુચના મુજબ આગોતરૂ આયોજન કરી કામગીરી કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખની છે કે, વધુ કેસોના નિકાલ સમયસર થઇ શકે તે માટે માર્ચ-૨૦૨પથી નિયમિત સોમવાર અને ગુરૂવારની સુનાવણી સિવાય મંગળવાર, બુધવાર અને શુક્રવારની સુનાવણીઓ પણ કરવામાં આવે છે. આ સાથો સાથ દરેક બોર્ડમાં સામાન્ય રીતે ૧૦૦ થી વઘુ કેસોની સુનાવણી કરવામાં આવે છે. અગાઉના માર્ચ અને એપ્રિલ માસમાં બપોરે ૦૩:૦૦ કલાક સિવાય વધારાના સવારના ૧૧:૦૦ કલાકના પણ બોર્ડ રાખવામાં આવ્યા હતા.
આ કેસ નિકાલની ઝુંબેશ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે, લોકોની જમીનના ટાઇટલમાં વર્ષોથી પડતર કેસો રહેવાને કારણે તેઓને આ જમીનમાં આગળના વેચાણ, વારસાઇ, પાકઘીરાણ, વારસાઇ, હયાતીમાં હકક દાખલ, બિનખેતી જેવા કામો અટકી જતા હતા. જેમાં મુખ્યત્વે વેચાણ, વીલ, વારસાઈ, હક કમી જેવા તકરારો અંગેના કેસોનો ઝડપથી નિકાલ થતાં હવે ખેડૂતોને વેચાણ કે બિનખેતી વગેરે જેવા કામોમાં ખૂબ સરળતા રહેશે. અને લોકોની કરોડોની જમીનો ના અટકેલા વ્યવહારો સરળતાથી થઇ શકશે.

Related Posts