અમરેલી

અમરેલી જિલ્લાના કુંકાવાવ ગામ તથા કુંકાવાવ થી દેરડી તરફ જતા સ્ટેટ હાઈ-વે માર્ગ સુધારણા અને નવીનીકરણ ની ઝડપી કામગીરી

માર્ગ અને મકાન વિભાગ – રાજ્ય અંતર્ગત અમરેલી જિલ્લાના કુંકાવાવ ગામ તથા કુંકાવાવ થી દેરડી તરફ જતા સ્ટેટ હાઈ-વે માર્ગ સુધારણા અને નવીનીકરણની કામગીરી ઝડપભેર આગળ ધપી રહી છે. કુંકાવાવ ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં વાહન અવરજવરને વધુ સુગમ બનાવવા માટે અંદાજે કુલ રૂ. ૯.૫૭ કરોડના ખર્ચે નવા સી.સી. રોડનું નિર્માણ તથા ખરાબ થયેલ ડામર રોડ પર રિસરફેસીંગનું કામ હાથ ધરવામાં આવ્યુ છે, જે હવે પૂર્ણતા તરફ છે.            

આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થયેથી કુંકાવાવ સહિતના આસપાસના ગામોમાં નવી રોડ સુવિધાના લીધે પરિવહન સુવિધા વધુ આરામદાયક અને સુરક્ષિત બનશે. ઉપરાંત વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ પણ આવશે તેમ જ વાહન વ્યવહારમાં સરળતા આવશે. વેપાર તથા કૃષિ સંબંધિત માલસામાનની અવરજવર માટે પણ આ નવો માર્ગ મહત્વપૂર્ણ સાબિત થશે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દૈનિક મુસાફરી કરતા લોકો તથા ઈમરજન્સી સેવાઓ (જેમ કે એમ્બ્યુલન્સ, ફાયર સેવા) વધુ ઝડપી બનશે.

Related Posts