fbpx
ભાવનગર

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં રમતોત્સવ પુરસ્કાર

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. શાળા વ્યવસ્થાપન સમિતિનાં હોદ્દેદારોની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.ભારતીય ખેલ અને દેશી સ્થાનિક રમતો પ્રત્યે રસ રુચિ વધે તે હેતુ સાથે સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે શિયાળુ રમતોત્સવમાં યોજાયેલ. ઈશ્વરિયા માધ્યમિક શાળામાં આચાર્ય શ્રી ચિંતનભાઈ ત્રિવેદીનાનાં માર્ગદર્શન સાથે શિયાળુ રમતોત્સવમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. શાળા વ્યવસ્થાપન સમિતિનાં હોદ્દેદારો શ્રી વીરશંગભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ મકવાણા તથા શ્રી મૂકેશકુમાર પંડિતની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ શિક્ષણ અને કેળવણી સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધન પણ આપવામાં આવેલ. શિક્ષકગણ શ્રી જયભાઈ જાદવ, શ્રી અશ્વિનાબેન ડાંગર તથા તાલીમાર્થી શ્રી આરતીબેન પરમાર દ્વારા આ વિદ્યાર્થીઓને રસ્સા ખેંચ, ત્રીપગી દોડ, ડોલ દડો, નારગેલ વગેરે રમત માટે માર્ગદર્શન અપાયું છે.

Follow Me:

Related Posts