રાજ્યમાં હજુ પણ મેઘરાજાનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદના એંધાણ છે. જ્યારે તાપી, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે કે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ વરસાદી રમઝટની શક્યતા સેવવામાં આવી રહી છે. જ્યારે કે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 1 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. જેમાં આજે શુક્રવાર (26 સપ્ટેમ્બર) રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, દાહોદના છૂટાછવાયા અને વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
આગામી 27 સપ્ટેમ્બરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને 28 સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
29 સપ્ટેમ્બરે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 30 સપ્ટેમ્બરના રોજ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. અંબાલાલ પટેલનો દાવો છે કે 25 સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જ્યારે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે.
Recent Comments