૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવશે અંબાજી શક્તિપીઠ અંબાજી ખાતે ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં મસાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા, જ્યોતિ યાત્રા, શક્તિ યજ્ઞા, ભજન સત્સંગ, આનંદ ગરબા અને મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાશે. પરિક્રમા માર્ગ પર વિવિધ મંડળો દ્વારા ભજન સત્સંગ કરવામાં આવશે. ગરબા અખંડ ધૂનની સાથે ગબ્બર ટોચ ખાતે રાત્રી ૧૨ કલાકે મહા આરતીની સાથે વિવિધ કાર્યક્રમો કરાશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગબ્બર તળેટી ખાતે યોજાનાર આ મહોત્સવમાં મા અંબાના દર્શન કરવા માટે દૂરદૂરથી ભક્તો આવી રહ્યા છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે તમામને ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે.
અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનો થશે ભવ્ય પ્રારંભ

Recent Comments