રાષ્ટ્રીય

શ્રીલંકા તેની ભૂમિનો ભારત વિરૂદ્ધ ઉપયોગ નહીં થવા દે: અનુરાકુમાર દિશાનાયકે

શ્રીલંકાના સામ્યવાદી પ્રમુખ અનુરાકુમાર દિશાનાયકેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેઆજે શનિવારે પત્રકાર પરિષદને સંયુક્ત રીતે કરેલાં સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે શ્રીલકા તેની ભૂમિનો ભારતને નુકસાન થાય તે રીતે કોઇને પણ કરવા નહીં દે અને આ વિસ્તારમાં પ્રાદેશિક અસ્થિરતા ઊભી થાય, તેવું પણ કશું કરવા નહીં દે.

શ્રીલંકાના પ્રમુખે નરેન્દ્ર મોદીને તે વિનંતિ કરી હતી કે તેની ખંડીય છાજલી કોન્ટીન્ટલ શેલ્ફની બહાર પણ તેના એકાકી આર્થિક વિસ્તાર એક્સક્લુઝિવ ઇકોનોમિકઝોન માટે શ્રીલંકાએ યુનાઇટેડ નેશન્સ કમિશન સમુદ્ર શ્રીલંકાએ કરેલી રજુાતને સમર્થન આપે.

ઓગસ્ટ ૨૦૨૨માં ચીનનું મિસાઇલ્સ અને સેટેલાઇટ ટ્રેકિંગ શિપ યુઆન વાંગ શ્રીલંકાનાં દક્ષિણનાં કુદરતિ બારાં હંબન ટોટા લાંગરવામાં આવ્યું. અને તે પછી ઓગસ્ટ ૨૦૨૩માં કોલંબોમાં ચીનનું યુદ્ધ જહાજ લાંગરવામાં આવ્યું, ત્યારથી શ્રીલકા અને ભારતના સંબંધોમાં ખટાશ પ્રસરી હતી. પરંતુ પછીથી તે બંને જહાજાે વિદાય પણ થયાં.

ભારતનાં વિત્તમંત્રી ર્નિમલા સીતારામને શ્રીલંકાને લોન આપવા કરેલી સીફારસને લીધે તો તેને લોન મળી હતી.

શ્રીલંકાના ખ્યાતનામ ક્રિકેટર જયસૂર્યાએ કહ્યું હતું ભારતે મોટાભાઈની ભૂમિકા બરોબર ભજવી છે. આથી સહજ છે કે શ્રીલંકા હવે કોઈપણ દેશને તેની ભૂમિનો ઉપયોગ ભારત વિરૂદ્ધ થવા નહીં દે. ભારતે તેને ખાદ્ય પદાર્થો અને સુનામી સમયે પીવાનું પાણી પણ પૂરૃં પાડયું હતું તે શ્રીલંકાની જનતા પણ ભૂલી શકે તેમ નથી. ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ ઉપરાંત બીજા છ કરારો પણ થયા હતા.

Follow Me:

Related Posts