અમરેલી

અમરેલી જિલ્લામાં શાળા/ગ્રામ્ય કક્ષાએથી શરુ કરી તાલુકા અને જિલ્લાકક્ષાએ વિવિધ ૬ વયજૂથની વિવિધ ૩૯ જેટલી રમત સ્પર્ધાનું આયોજન

 ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.ખેલ મહાકુંભ ૩.૦માં જિલ્લામાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ – સ્પર્ધકો ભાગ લે તે હેતુથી શાળા, ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ ૩૯ રમતો જુદાં જુદાં ૬ વયજૂથમાં રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. આ ખેલ મહાકુભ ૩.૦ ઓપન સ્પર્ધા છે, જેમાં ભણતા કે ન ભણતા હોય તેવા તમામ ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકે છે.

વિવિધ રમતના સ્પર્ધકો વયજૂથ મુજબ (૦૧) અંડર-૯ (જન્મ તા. ૦૧.૦૧.૨૦૧૬ અને તે પછી જન્મ્યા હોય તેવા) (૦૨) અંડર-૧૧ (જન્મ તા. ૦૧.૦૧.૨૦૧૪ અને તે પછી જન્મ્યા હોય તેવા), (૦૩) અંડર-૧૪ (જન્મ તા. ૦૧.૦૧.૨૦૧૧ અને તે પછી જન્મ્યા હોય તેવા) (૦૪) અંડર-૧૭ (જન્મ તા. ૦૧.૦૧.૨૦૦૮ અને તે પછી જન્મ્યા હોય તેવા) (૦૫) ઓપન એઈજ ગૃપ (જન્મ તા. ૩૧.૧૨.૨૦૦૭ અને તે પહેલા જન્મ્યા હોય તેવા) (૦૬) ૪૦ વર્ષથી ઉપર (જન્મ તા. ૦૧.૦૧.૧૯૬૫ થી તા.૩૧.૧૨.૧૯૮૪ દરમિયાન જન્મ્યા હોય તેવા) (૦૭) ૬૦ વર્ષથી ઉપર (જન્મ તા. ૩૧.૧૨.૧૯૬૪ અને તે પહેલા જન્મ્યા હોય તેવા) વિવિધ રમતમાં ભાગ લઈ શકે છે.

તાલુકાકક્ષાએ યોગાસનચેસખો-ખોવોલીબોલએથ્લેટિકરસ્સા ખેંચ અને કબડ્ડી સહિત વિવિધ રમત ગમત સ્પર્ધાઓનું આયોજન આગામી તા.૦૬ જાન્યુ,૨૦૨૫થી હાથ ધરવામાં આવશે. જિલ્લાકક્ષાએ આગામી તા.૦૫ જાન્યુઆરી,૨૦૨૫થી વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવશે.

શાળા,ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે ઉપરાંત તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષા સ્પર્ધામાં ભાગ લેશે.  જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓ ઝોન કક્ષા અને રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.

ખેલ મહાકુંભ ૩.૦ અતર્ગત ખો-ખોકબડ્ડીવોલીબોલએથ્લેટિક્સબાસ્કેટબોલફૂટબોલજુડોકુસ્તીબેડમિન્ટનટેબલ-ટેનિસઆર્ચરીસ્કેટીંગસ્વીમીંગટેસયોગાસનહોકીરસ્સા ખેંચશૂટિંગ બોલહેન્ડબોલલોન ટેનિસટેક વેન્ડોકરાટેરગ્બીઆર્ટીસ્ટીક સ્કેટિંગ સહિતની વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાશે.

રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેનાર સંસ્થા-વ્યક્તિએ પોતાની એન્ટ્રી શાળા,ગ્રામ્યતાલુકાજિલ્લા કક્ષાના આયોજક ક્નવીનરશ્રીઓને સીધો સંપર્ક કરી મોકલવી,  એન્ટ્રી મુજબ જ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.

 તાલુકા કક્ષા સ્પર્ધા- (૦૧) અમરેલી આયોજક સંસ્થા તરીકે જનતા વિદ્યાલય-મોટા આંકડીયા કન્વીનરશ્રી પી.ડી.મિયાણી (મો. ૯૪૨૬૨૫૫૨૦૭) (૦૨) ધારી આયોજક સંસ્થા તરીકે જી.એન.દામાણી હાઈસ્કૂલ ધારી કન્વીનરશ્રી એન.બી.જોટવા (મો. ૯૯૭૮૦૩૪૯૬૪) અને શ્રી ડી.એલ.ચાવડા (મો.૯૪૨૭૭૪૪૫૮૮) (૦૩) લીલીયા તાલુકો આયોજક સંસ્થા તરીકે અમૃતબા વિદ્યાલય-મોટા લીલીયા કન્વીનરશ્રી એ.સી.ખુંગલા (મો.૯૮૨૫૭૪૫૨૩૯) (૦૪) બાબરા તાલુકો આયોજક સંસ્થા તરીકે ઓમ વિદ્યાલય બાબરા કન્વીનરશ્રી ક્રિષ્નાબેન ચૌધરી (મો. ૯૮૦૬૭૪૯૭૦૨) (૦૫) લાઠી તાલુકો આયોજક સંસ્થા તરીકે પે સેન્ટર તાલુકા શાળા કન્વીનરશ્રી ભાવિનભાઈ બોકરવાડિયા (મો. ૯૫૫૮૫૩૯૮૦૮) (૦૬) કુંકાવાવ તાલુકો આયોજક સંસ્થા તરીકે સુ.સા.હાઈસ્કૂલ વડીયા કન્વીનરશ્રી એમ.જી.મોરી (મો. ૯૭૨૫૮૪૪૯૫૬) (૦૭) બગસરા તાલુકો આયોજક સંસ્થા તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ બગસરા કન્વીનરશ્રી મનોજભાઈ મહિડા (મો. ૯૮૨૫૭૫૭૧૫૦) (૦૮) ખાંભા તાલુકો આયોજક સંસ્થા તરીકે જે.એન.મહેતા હાઈસ્કૂલ ખાંભા કન્વીનરશ્રી અજિતસિંહ ગોહિલ (મો. ૯૯૦૪૫૯૩૭૮૩) (૦૯) રાજુલા તાલુકો આયોજક સંસ્થા તરીકે સંઘવી હાઈસ્કૂલ રાજુલા,રામપરા હાઈસ્કૂલ વાવેરાઆદર્શ નિવાસી શાળા રાજુલા કન્વીનરશ્રી કિશોરભાઈ વરૂ (મો. ૯૯૭૮૧૮૫૮૭૫)શ્રી દીપકભાઈ ત્રિવેદી (મો.૭૩૫૯૨૪૩૩૭૬)શ્રી નરેજાભાઈ સાંજવા (મો. ૯૬૮૭૬૦૪૧૪૩) (૧૦) જાફરાબાદ આયોજક સંસ્થા તરીકે એસ.કે.વરુ મા.શાળા નાગેશ્રી કન્વીનરશ્રી નરસિંહભાઈ રાઠોડ (મો. ૯૯૦૯૦૬૧૦૯૦) (૦૧) સાવરકુંડલા તાલુકો આયોજક સંસ્થા તરીકે બ્રાંચ શાળા નં.૯ સાવરકુંડલા કન્વીનરશ્રી મોહસીનભાઈ (મો. ૮૧૨૮૩૧૧૭૨૦)ની કન્વીનર તરીકે પસંદગી કરવામાં આવી છે.

ખેલ મહાકુભ ૩.૦ સામાન્ય નિયમો મુજબ કોઈપણ ખેલાડી કોઈપણ બે રમતમાં જ ભાગ લઈ શકે છે.સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુભ સ્પર્ધા અન્વયે પ્રતિભાવંત ખેલાડીઓ ગ્રામ્યકક્ષાએથી લઈને જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષા સુધી પોતાની પ્રતિભા-રમત કૌશલ પ્રદર્શિત કરશે. ગ્રામ્ય કક્ષાના પ્રતિભાશાળી અને ઉત્કૃષ્ટ ખેલાડીઓને રમત ગમત માટે રાજ્ય સરકાર દ્વારા પ્લેટફોર્મ પૂરુ પાડવામાં આવે છે. આ પ્લેટફોર્મ સ્વરુપ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવે છે.ખેલ મહાકુંભ ૩.૦માં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે જિલ્લા રમત ગમત અધિકારી શ્રી અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts