અમરેલી

રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલીમાં “અમૃત ખેડૂત બજાર”ની મુલાકાત લીધી

ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન મત્સ્યદ્યોગ અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટેના અમૃત આહાર બજારની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમણે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો અને પ્રાકૃતિક કૃષિનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક કૃષિનું ભવિષ્ય ઉજળું છે અને આવનારો સમય પ્રાકૃતિક કૃષિનો છે. સાથે જ પ્રાકૃતિક કૃષિને સર્વ હિતકારી ગણાવી હતી.

મહત્વનું છે કે, પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો સીધા ગ્રાહકોને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી શકે તે માટે અમૃત આહાર બજારનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. પ્રભારી મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ ઝીડ સહિતના પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts