ભાવનગર

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ-૨૦૨૫, ૪૦‌‌ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અરજદારોએ તા.૨૭ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૫ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા
દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓ
તથા પ્લેસમેન્ટ ઓફિસરને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે.
૪૦‌‌ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અરજદારોએ અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબના લાગુ પડતા
દસ્તાવેજો જેમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, દિવ્યાંગતા માટેનું માન્ય પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક
પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં
અરજીની ૨ (બે) કોપી સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરનો રૂબરૂ
સંપર્ક કરવાનો રહેશે.
અરજી માટેનો નમૂનો જિલ્લા રોજગાર વિભાગની વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/notice-board
પરથી પણ મેળવી શકાશે તેમ, જિલ્લા રોજગાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts