ગુજરાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે દિવ્યાંગોને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું રાજ્યકક્ષાએ સહાય

તા. ૧૩/૦૩/૨૦૨૬ના રોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી
ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રાજ્યના દિવ્યાંગ લાભાર્થીઓને ‘મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ’ તથા ‘જોયસ્ટિક વ્હીલચેર’નો રાજ્યકક્ષાનો સહાય વિતરણ
કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડો. પ્રદ્યુમ્ન વાજા તેમજ રાજ્યમંત્રી શ્રી ડો. મનીષા વકીલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉપરાંત
ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, વિભાગના સચિવ શ્રી હર્ષદકુમાર પટેલ, સમાજ સુરક્ષા પ્રભાગ અને વિકસતી જાતિ કલ્યાણ
પ્રભાગના નિયામકશ્રી વિક્રમસિંહ જાદવ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ દિવ્યાંગજનો સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કુલ ૫૬૭૬ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૩૬.૦૭ કરોડના ખર્ચે અત્યાધુનિક સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું
હતું. જેમાંથી ૪૦૦૦ દિવ્યાંગોને મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને ૧૬૭૬ દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં પી.એન.આર. સોસાયટી સ્થિત નટરાજ સ્કૂલ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સુરેશભાઈ
ચૌધરી સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને ૧૦ જોયસ્ટિક વ્હીલરચેર અને ૧૫૧ મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલનું વિતરણ કરવામાં
આવ્યું હતું.

Related Posts