ડાંગ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષા ટ્રેનિંગ કાર્યક્રમ તેજસ્વિની સંસ્કૃતિ ધામમાં નિર્વિધ્ને સમાપન ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગુજરાત સ્ટેટ જજીસ ટ્રેનિંગ પ્રોગ્રામ ૨૦૨૫/૨૬ સાપુતારાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ, વાસુર્ણા,ડાંગ ખાતે મોટી સફળતા સાથે પૂર્ણ થયું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી ઉમંગ ડોન (સચિવ – ગુજરાત યોગાસન તથા ટેક્નિકલ ડિરેક્ટર – યોગાસન ભારત, રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળની માન્ય નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન)ના હસ્તે થયું. તેમના સાથે કાર્યક્રમ મેનેજર શ્રી નીલેશ કોસીયા,કાર્યક્રમ નિર્દેશિકા શ્રીમતી નમ્રતા વર્મા, કો-ઓર્ડિનેટર શ્રી દિવ્યેશ રાઘોળીયા તથા એસોસિએશનના કાર્યકારી સભ્ય શ્રી કરણ ગજ્જર ઉપસ્થિત રહ્યા.
આ પ્રોગ્રામમાં ગુજરાતના ૨૪ જિલ્લાઓમાંથી ૧૧૭ ટ્રેઈની જજીસએ (નિર્ણાયક અધિકારીએ) હાજરી આપી. તેમને યોગાસન ભારત હેઠળ વિશ્વ યોગાસનના ૧૨ ઇવેન્ટ્સ, TSR (ટાઇમ,સ્કોરિંગ અને રિઝલ્ટ),માઇક્રો-માર્કિંગ સિસ્ટમ,અનુશાસન અને ડ્રેસ કોડ,સોફ્ટ સ્કિલ્સ,તથા અંતરરાષ્ટ્રીય લેવલના કોડ ઓફ પોઈન્ટ્સ અંગે વિગતવાર તાલીમ આપવામાં આવી.
ત્રણ દિવસ કાર્યક્રમ દરમ્યાન તેજસ્વિની સંસ્કૃતિ ધામની સ્થાપિકા અને માર્ગદર્શિકા બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી દ્વારા ધ્યાન,યોગ, મોટીવેશનલ સ્પીચ તથા જજમેન્ટ માટે પ્રેરણાદાયક સંદેશો આપવામાં આવ્યા.
અત્રે ઉપસ્થિત ગુજરાત યોગાસનના ટેક્નિકલ ડિરેક્ટર શ્રીમતી મેઘ્નાબા ઝાલા તથા યોગાસન ભારત ઓર્ગેનાઈઝિંગ કમિટીના સભ્ય શ્રીમતી નમ્રતા વર્મા તથા પૂજ્ય હેતલ દીદી ના હસ્તે તમામ ટ્રેઈની જજને ઓફિશિયલ કિટ તથા સર્ટિફિકેટ ઓફ અટેન્ડન્સ એનાયત કરવામાં આવ્યા.
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આ અભિયાન યોગાસનના ટેકનિકલ સ્તર ઉપર ગુણવત્તાવાળી અધિકારીઓ તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.
Recent Comments