રાષ્ટ્રીય

JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન

જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા અને લેખિકા શેહલા રાશિદે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ પ્રચાર કરતા નથી જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા અને લેખિકા શેહલા રાશિદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને તેમને ન્યાયી પ્રશાસક કહ્યા છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલી ઘણી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. લેખકે દાવો કર્યો કે તેમની યોજનાઓનો લાભ દરેક સુધી પહોંચી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મુસ્લિમો માટે કરેલા કામનો પ્રચાર કરતા નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય નેતાઓ કરતાં કેવી રીતે અલગ છે, લેખિકા શેહલા રશીદે કહ્યું, “જુઓ, જ્યારે પણ પીએમ નરેન્દ્ર મોદી કોઈપણ યોજના લાવે છે, પછી તે આવાસ યોજના હોય, મુદ્રા યોજના હોય કે અન્ય કોઈ, દરેકને તેનો લાભ મળે છે. જાે તમે સચ્ચર કમિટિનો રિપોર્ટ જુઓ તો તેમાં લખ્યું હતું કે તે સમયે જવાહર યોજના જેવી યોજનાઓ હેઠળ મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હતો.

Follow Me:

Related Posts