fbpx
રાષ્ટ્રીય

અદાણી કેસ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન

“ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલી કાનૂની બાબત” ગણાવી ઃ પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત સરકારે શુક્રવારે અદાણી જૂથ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે યુએસ ન્યાય વિભાગ દ્વારા તાજેતરના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલય (સ્ઈછ) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને “ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલી કાનૂની બાબત” ગણાવી. તેમણે કહ્યું કે અમેરિકી સરકારે આ મામલે ભારતને કોઈ પૂર્વ માહિતી આપી નથી અને ન તો કોઈ સમન્સ કે ધરપકડ વોરંટ માટે કોઈ રિક્વેસ્ટ કરવામાં આવી છે. વધુમાં, મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારત સરકાર આ મામલે કોઈપણ રીતે કાનૂની પક્ષ નથી. સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, રણધીર જયસ્વાલે કહ્યું, “આવા કેસોમાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાનૂની પદ્ધતિઓનું પાલન કરવામાં આવે છે.

અમને આ વિષય પર કોઈ અગાઉથી માહિતી આપવામાં આવી ન હતી.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે આ મામલે કોઈ ચર્ચા થઈ નથી. જયસ્વાલે એમ પણ કહ્યું કે અત્યાર સુધી ભારત સરકારને આ સંબંધમાં કોઈ સમન્સ કે ધરપકડ વોરંટ બજાવવાની કોઈ વિનંતી મળી નથી. “આવી વિનંતીઓ પરસ્પર કાનૂની સહાયતાનો એક ભાગ છે અને કેસની યોગ્યતા પર તપાસ કરવામાં આવે છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં અદાણી જૂથના ગૌતમ અદાણી, સાગર અદાણી અને વનીત એસ જૈન પર આરોપ મૂક્યો હતો. આ આરોપો અનુસાર, તેણે ભારતીય અધિકારીઓને ેંજીઇં૨૫૦ મિલિયનની લાંચ આપીને સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. ઉપરાંત, રોકાણકારો પાસેથી ભંડોળ ઊભું કરતી વખતે આ લાંચ વિશે ખોટું બોલ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે યુએસના ન્યાય વિભાગ અને ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંબંધિત છે. તેમણે કહ્યું, “ભારત સરકાર આ મામલામાં કાનૂની પક્ષ નથી. અમે આને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ વચ્ચેનો મામલો ગણીએ છીએ.” નિષ્ણાતો માને છે કે જાે ભારતને યુએસ તરફથી કાયદાકીય સહાય માટે વિનંતી મળે છે, તો ભારત તેના વર્તમાન કાયદા અને પ્રક્રિયાઓ હેઠળ તેની તપાસ કરશે.

Follow Me:

Related Posts