અમરેલી

આઘા રહો વિકાસ આવી રહ્યો છે. દામનગર નગરપાલિકા વેન્ડર માર્કેટ ની હરાજી પૂર્વે રાભડા રોડ ઉપર પેટિયું રળતા પરિવારો ને નોટિસો પાઠવી

દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા પંદર વર્ષ પહેલાં શહેર માં બે જગ્યા  એ વેન્ડર માર્કેટ બનાવવા માં આવી હતી વર્ષો થી હરાજી વાંકે પડી રહેલ વેન્ડર માર્કેટ ની હરાજી કરી પાલિકા ની આવક વધશે પણ રાભડા રોડ ઉપર ખુલ્લા માં છાપરા છાંયડા કરી પથણા પાથરી રોજે રોજ નું રળી ખાનાર અનેક ગરીબ પરિવારો રજળી પડશે દામનગર નગરપાલિકા એ સાત દિવસ માં જાતે લારી કેબિન માંડવા હટાવી લેવા અનેક કેબિન લારી ધારકો ને નોટિસ પાઠવી છે પાલિકા હસ્તક ની બે વેન્ડર માર્કેટ બંધાયેલી છે

તેમાં માત્ર રાભડા રોડ ઉપર આવેલ વેન્ડર માર્કેટ ની હરાજી પણ સરદાર ચોક માં વેન્ડર માર્કેટ ની હરાજી થશે ? નગરપાલિકા એ ગારીયાધાર રોડ ઉપર બે શોપિંગ બનાવી સુખડી વડી રૂપે ભાડાં ની આવક માટે બાંધેલ શોપિંગ માં મોટા ગજા ના નેતા ઓ વર્ષો થી વગર ભાડે આ દુકાનો વાપરે છે તેની પાસે ખાલી કબજો અને ભાડું વસુલ થશે ખરું ? કે પાડા ના વાંકે પખાલી ને ડામ દેવાશે ? સરદાર ચોક માં સરકાર ની મંજૂરી મેળવી જાહેર હરાજી કરી દુકાનો ભાડે આપી પાછળ થી સરકાર ની મંજૂરી વગર ભાડાં ઘટાડી પાલિકા ના હિત ને આર્થિક નુકશાન કરનાર સત્તાધીશો માટે પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬૫ /૨ ની એસી તેસી અંગત ફાયદા માટે કાયદા નો ઉલ્લાળિયો કેમ ? પાલિકા નો વિકાસ માં માત્ર નાના ગરીબ પરિવારો નડતર રૂપ છે ? 

Follow Me:

Related Posts