રાષ્ટ્રીય

હદમાં રહેજો નહીંતર મારા એક ઈશારે ઈઝરાયલ 2 મિનિટમાં પતાવી નાંખશે, કોના પર ભડક્યા ટ્રમ્પ?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટિનિયન સંગઠન હમાસને ઈઝરાયલ સાથે થયેલા યુદ્ધવિરામનું પાલન કરવા અંગે સ્પષ્ટ અને આકરી ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ‘જો હમાસ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે, ઈઝરાયલ એક ઇશારે 2 મિનિટમાં મામલો પતાવી નાંખશે.’એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ‘મારો ધ્યેય ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ જાળવી રાખવાનો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ફરીથી ઊભી ન થાય તેની ખાતરી કરવાનો છે.’

તેમણે હમાસને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ‘હમાસે યોગ્ય વર્તન કરવું જોઈએ નહીંતર મારા એક ઈશારે ઈઝરાયલ 2 મિનિટમાં પતાવી નાંખશે. જો તે (હમાસ) યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે, તો અમે આગળ વધીને તેનો ઉકેલ લાવીશું. અને તે ખૂબ જ ઝડપથી અને ખૂબ જ હિંસક રીતે થશે.’અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, ‘તે અમેરિકન સૈનિકો મોકલવાનો ઉલ્લેખ કરી રહ્યા નથી, પરંતુ ગાઝા શાંતિ યોજના પર હસ્તાક્ષર કરનારા દેશોનો ઉલ્લેખ કરી રહ્યા છે. જો હું તેમને (ઈઝરાયલને) કહું તો તે બે મિનિટમાં પહોંચી જશે. હું તેમને કહી શકું છું કે તે જઈને મામલો ઉકેલે. પણ અમે હજુ સુધી એવું કહ્યું નથી. અમે તેમને થોડો સમય આપવાના છીએ.’અમેરિકા હાલમાં હિંસા ઓછી થવાની આશામાં યુદ્ધવિરામને થોડો સમય આપશે, પરંતુ સતત હુમલાઓથી કડક જવાબ મળશે તેવી ચેતવણી તેમણે આપી હતી.ટ્રમ્પની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે મધ્ય પૂર્વમાં અમેરિકાના રાજદ્વારી પ્રયાસો સક્રિય થયા છે. અમેરિકી રાજદૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર 20 મુદ્દાની શાંતિ યોજનાના આગામી તબક્કાની ચર્ચા કરવા માટે જેરુસલેમ પહોંચ્યા હતા અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. વધુમાં, ઉપપ્રમુખ જે.ડી. વેન્સ અને ઉષા વેન્સ પણ રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવા માટે આજે (21મી ઑક્ટોબર) ઈઝરાયલની મુલાકાતે છે.

Related Posts