ગુજરાત

કથાકાર મોરારીબાપુએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના ને ખૂબ દુ: ખદ ગણાવી

વિશ્વવિખ્યાત કથાકાર મોરારીબાપુ એ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકની સમગ્ર ઘટનાને વખોડી છે. તેમજ આતંકી હુમલાને લઇ કથાકાર મોરારીબાપુએ પ્રતિક્રિયા આપી છે. મૃતકોને મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમજ મોરારીબાપુએ જણાવ્યું છે કે આતંકી હુમલો ખુબ જ ગંભીર ઘટના છે. આવા તત્વોને જવાબ આપવો જ પડે છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ ગુજરાતીઓના મોતના સમાચાર છે.
કથાકાર મોરારીબાપુ એ દુ:ખી હૃદયે મૃતકના પરિવજનો સાંત્વના પાઠવી હતી. કથાકાર મોરારીબાપુએ આતંકની સમગ્ર ઘટનાને વખોડી હતી. કથામાં આવેલા કોઈ વ્યક્તિને ઈજા ન થઈ હોવાની સ્પષ્ટતા પણ કરી હતી. મોરારી બાપૂએ કથા દરમિયાન કહ્યું કે, “હું મારી વ્યાસપીઠ સાથે જાેડાયેલા તમામ શ્રોતાઓ વતી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવું છું તથા જે વ્યક્તિઓ ઘાયલ થયા છે તેઓ વહેલા સાજા થઇ જાય તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરૂં છું. કથા સાથે જાેડાયેલા વ્યક્તિઓ સુરક્ષિત છે. હાલ, કોઇ પર્યટન હેતુ માટે ગયા હોય અથવા પછીથી કથામાં સામેલ થનાર હોય તેમને કદાચ ક્ષતિ થઇ હોઇ શકે. આ ઘટના કથાના સ્થળેથી ૧૦૦ કિમી દૂર ઘટી છે. અહીં સંપૂર્ણ સુરક્ષા છે, પરંતુ મનમાં પીડા છે. હું પરમ સ્નેહી અરૂણભાઇને કહીશ કે દિવંગત વ્યક્તિઓના પરિવારોને રૂ. ૫ લાખ તુલસીપત્રરૂપે સહાય આપવાની વ્યવસ્થા કરે”.

Related Posts