કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજના થકી ગરીબ, વંચિતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યુ છે. શહેરથી લઈને છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી સરકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે.
આજરોજ અમરેલી સ્થિત સેન્ટર પોઈન્ટ ખાતે નગરપાલિકા અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સ (શેરી ફેરિયાઓને) ને રૂ. ૧૫ હજાર અને રૂ. ૨૫ હજારના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
અમરેલીના રહીશ અને ઘાસચારાનો સામાન્ય વેપાર કરતા શ્રી મકસુદભાઈ કચરાને પીએમ સ્વનિધિ યોજના હેઠળ રૂ. ૧૫ હજારની સહાય મળી છે. તેમણે જણાવ્યુ કે,સામાન્ય સ્ટ્રીટ વેન્ડર્સ (શેરી ફેરિયાઓ)ને આ યોજના થકી આત્મનિર્ભર બનાવવામાં મદદ મળી રહી છે. સરકારની સહાય માટે તેમણે ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પીએમ સ્વનિધિ યોજના શેરી વિક્રેતાઓ માટે છે. ન્યુનતમ રૂ. ૧૦ હજાર અને મહત્તમ રૂ. ૫૦ હજાર સુધીની લોન મળવાપાત્ર છે. સ્ટ્રીટ વેન્ડર્સ (શેરી વિક્રેતા) સ્વદેશી ચીજવસ્તુઓનો વેપાર કરીને આત્મનિર્ભર ભારત અભિયાનને બળ પૂરું પાડે છે.


















Recent Comments