ભાવનગર

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની કાયદાની કડક અમલવારી

ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ દારૂ, જુગાર, ગેરકાયદેસર નાણા ધિરાણ કરી લોકો પાસેથી
ઉંચા દરે વ્યાજ વસુલવા, આ માટે મારામારી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને જાહેર જનતાની સાથે મારામારી કરી લોકોમાં ભય ફેલાય
તેવી અસામાજીક પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશન
વિસ્તારમાં દારૂના તથા મારામારી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોની સામે PASA (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ )
હેઠળ પગલાં લેવાની દરખાસ્ત જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ પટેલ દ્વારા તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને મોકલી આપવામાં
આવેલ હતી.
આ ઇસમો ગુજરાત નશાબંધી અધિનિયમ, ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ કરેલા નિયમો અને હુકમોનું ઉલ્લંધન કરી ગેરકાયદેસર
રીતે મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ અને મારામારી જેવી પ્રવૃત્તિઓ કરી અવારનવાર ગુનાઓ કરેલ છે. જેથી ઉક્ત ઇસમોને જાહેર લોકોની શાંતિ
અને સલામતિ તથા જાહેર વ્યવસ્થાને પ્રતિકુળ હોઇ તે રીતે અટકાવવા જરૂરી જણાતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા રજૂ થયેલ દરખાસ્ત
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મનીષ કુમાર બંસલ દ્વારા માન્ય કરી ઉક્ત ઇસમ વિરુદ્ધ PASA હેઠળ પગલાં લેવાના હુકમો પસાર કરી જેલ હવાલે
કરવામાં આવેલ છે.
હરેશભાઇ ઉર્ફે હરી હિંમતભાઇ મકવાણા રહે. ઠાડચ, તા. પાલીતાણાને ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ
મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે, પ્રશાંતભાઇ મોહનભાઇ મકવાણા રહે.મહુવા વાળાને ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ
સબબ સાબરમતી જેલ અમદાવાદ ખાતે, વિશાલ ઉર્ફે વિશુ ઉર્ફે ભુરો ગોપાલભાઇ ચુડાસમાને રહે. કુંભારવાડા ભાવનગરને શહેરમાં મારામારી
અને દાદાગીરીની પ્રવૃતિ કરવા માટે સબબ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે, શક્તિભાઇ કાળૂભાઇ ડાભી રહે. હાદાનગર, ભાવનગરને શહેરમાં
મારામારી અને દાદાગીરીની પ્રવૃતિ કરવા સબબ લાજપોર જેલ સુરત ખાતે, સમીરભાઇ ઉર્ફે સાંભો મીરુભાઇ હુસેનભાઇ સુમરા રહે હાદાનગરને
શહેરમાં મારામારી અને દાદાગીરીની પ્રવૃતિ કરવા સબબ સાબરમતી જેલ અમદાવાદ ખાતે, રવી ઉર્ફે ડી.જે. અમરશીભાઇ રાઠોડ, રહે મફતનગર
ભાવનગરને ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે તમામ ઇસમોને જિલ્લામાં કાયદો અને
વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તથા કાયદાની કડક અમલવારી તથા જાહેર જનતાની શાંતિ અને સલામતિ માટે અટકાયત કરી જેલ હવાલે
કરવામાં આવ્યા છે.

Related Posts