અમરેલી

નબળા કામ માટે કડક સૂચના , ગુણવતા માટે ખાસ આગ્રહ, જરૂર પડે પગલાં લેવા પણતાકીદ: કસવાલા

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા દ્વારા
સાવરકુંડલા -લીલીયા વિધાનસભામાં સતત સરકાર માંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવ્યા
છે.જેમાં સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં મુખ્યવિકાસના કામો જેવાકે ગુજરાત સરકાર
માંથી આશરે ૧૫૦૦ કરોડ જેવી ગ્રાન્ટો લાવેલ છે.જેમાં રીવરફન્ટ ,રેસ્ટ હાઉસ , અમૂર્ત
સરોવર,સ્પોર્ટ્સ સંકુલ, શહેરના મુખ્ય માર્ગો -આઈકોનિક રોડ ગટર ના કામો ,ઓડીટોરીયમ
હોલ,સરકારી હોસ્પિટલ,ફ્લાઈલ ઓવરબ્રીજના આવા સાવરકુંડલા શહેરની અંદર ૧૪ કામો
તેમજ ૨૦૦ રોડ ની અને હાથસણી શેલ દેદુમલ થી 7.૫ કિલોમીટર દુર થી આવતી લાઈન
જેવા વિકાસ કામોમા બજાર વચ્ચે ના કામ માં ઝડપ લાવવા અને વેપારીઓ અને સ્થાનિકો ને
કોઈ અડચણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીનેસુચના આપવામા આવી હતી

આ તકે નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી ,ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી
ચેરમેન શ્રી અશોકભાઈ ચોહાણ,,શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિરુધ સિહ રાઠોડ, મહામંત્રી શ્રી
રાજુભાઈ નાગ્રેચા, શ્રી મોહિતભાઈ સુદાણી,કન્સલ્ટીગ અધિકરીશ્રી હેમાંશુભાઈ ધાનાણી, આર
એન બી વિભાગના અધિકારી રાઠોડ સાહેબ, ,વિવિધ વીભાગના નગરપાલિકાના

અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts