સ્પોર્ટ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ-2025 ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામ, ગોપનાથ રોડ, ઊંચડી ખાતે આવેલ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની ધોરણ 6 ની દીકરીઓએ દમદાર પરફોર્મન્સ કરી સમગ્ર ભાવનગર જિલ્લામાં નારગેલની સ્પર્ધામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરી રજત ચંદ્રક મેળવ્યો હતો. આ તકે કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા અને રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરીયા દ્વારા શાળાની દીકરીઓને રનર્સ અપ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. રમત-ગમત ક્ષેત્રે દીકરીઓની આ સિધ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, કોચશ્રી તથા સમગ્ર શાળા પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી અને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
સાંસદ ખેલ મહોત્સવ- 2025 ની જિલ્લા કક્ષાની નારગેલ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સનું દમદાર પરફોર્મન્સ


















Recent Comments