અમરેલી

નવી દિલ્હી ખાતે અમરેલી સાંસદ, અમરેલીના પાંચ ધારાસભ્યો અને જીલ્લા પ્રમુખ દ્વારા કેન્દ્રિય સ્તરે મજબૂત રજૂઆત

આજરોજ નવી દિલ્હી ખાતે અમરેલી લોકસભાના સાંસદ, અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો તથા જિલ્લાના ભાજપ પ્રમુખશ્રીએ ભારત સરકારના વિવિધ મંત્રીઓ સાથે અલગ-અલગ મહત્વપૂર્ણ બેઠકો યોજી અને અમરેલી લોકસભા વિસ્તારના વિકાસ, ખેડૂતોના હિત અને ભૂમિ સ્વાભિમાન માટે મજબૂત રજૂઆત કરી હતી.

આરોગ્ય તથા કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર કેબિનેટ મંત્રીશ્રી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જયપ્રકાશ નડ્ડા સાહેબ સાથે બેઠકમાં જિલ્લાના ખેડૂતોને પડતી ખાતરની અછત અંગે વિસ્તૃત ચર્ચા કરી અને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે માટે મજબૂત કરવામાં આવી હતી. નડ્ડા સાહેબે તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપી.

તદઉપરાંત, કેબિનેટ રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે યોજાયેલી બેઠકમાં લાંબા અંતરના રૂટે નવી ટ્રેનો શરૂ કરવા તેમજ બ્રોડગેજ લાઇનના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી, જેથી અમરેલી જિલ્લાને વધુ સારું રેલવે કનેક્ટિવિટી મળી શકે. મંત્રીએ રજૂઆતને ગંભીરતાપૂર્વક લીધી અને જરૂરી પગલાં લેવા અંગે ભરોસો આપ્યો.

રોડ અને પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરી સાહેબ સાથે બેઠકમાં નેશનલ હાઇવેના લગતા વિવિધ કામો અંગે ચર્ચા કરી તેમાં ઝડપથી કામગીરી થાય તે માટે  રજૂઆત કરવામાં આવી.

કેબિનેટ જળ-સંચયન મંત્રીશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાત યોજી હતી. જેમાં જળ સંચય, પાણીના સ્ત્રોતોને ઝડપી વિકાસમાં લાવવા માટેની જરૂરિયાત અંગે ચર્ચા કરી અને તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી મજબૂત રજૂઆત કરવામાં આવી.
કેબિનેટ ફોરેસ્ટ અને કલાઇમેટ ચેન્જ મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ  સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાત યોજી હતી. જેમાં અમરેલી જીલ્લામાં જંગલ વિભાગને લગત ખેડૂતોને અસર કરતાં પ્રશ્નોને વાચા આપી. તેમજ જંગલ-રેલવેના પ્રશ્ન વહેલીતકે નિરાકરણ આવે તે માટે ખાસ ભલામણ કરી. મંત્રીશ્રી દ્વારા આ પ્રશ્ન માટે સબંધિત મંત્રી અને વિભાગ સાથે ચર્ચા કરી નિકાલ કરવામાં આવશે તેવી બાહેંધરી આપી.
ઉક્ત બેઠકોમાં અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તથા અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોના હિત, રેલ્વે,  રોડ રાસ્તા, નેશનલ હાઇવે, જળ સંચય, ફોરેસ્ટ બાબતે તથા નાગરિક સુવિધાઓના મળી રહે તેવા મુદ્દે અમરેલીના જનપ્રતિનિધિઓ સતત સક્રિય છે અને કેન્દ્ર સરકાર સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે.

Related Posts