અમરેલી

સાવરકુંડલા પ્રિયાંશી પ્લે હાઉસ અને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા છુપાયેલી કલાકૃતિ અને કૌશલ્ય કળાઓ રજુ કરી.

સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળામાં પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી બાળકોએ પોતાની આગવી શૈલીથી અલગ અલગ પ્રવુતિઓ કરવામાં આવી હતી જેમાં માટી માંથી અલગ અલગ ફળો, શાકભાજીઓ અને ફૂલો બનાવવામાં આવ્યા હતા તેમજ પુંઠા માંથી ઘડિયાળ, મકાન, મંદિર, કાર, ગુલ્ફી ની સળીઓ માંથી નાઈટ લેમ્પો, પક્ષીઓના માળા બનાવી શાળાએ લાવ્યા હતા માટી કલા ને જીવંત રાખવા માટે શાળામાં યોજાયેલ માટીકલા ની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુ જેવી કે માટી ના ફળ, ફૂલ, શાકભાજી, પ્રાણી પક્ષી વગેરે જેવી કલાકૃતિઓ બનાવી પોતાની છુપાયેલી કળાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
              સાવરકુંડલામાં વિદ્યાર્થીઓને ભણતર સાથે જીવન જરૂરી જ્ઞાન અને વિદ્યાર્થીઓમાં રહેલી કળાને બહાર લાવવા માટે નવ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ કોમલબેન આસનાણી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસોમાં ગ્લોબલ વોર્મિંગનું દિવસેને દિવસે પ્રમાણ વધતુ જોવા મળેછે ત્યારે પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરીકની ફરજ છે ત્યારે પ્રિયાશી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને પર્યાવરણનું રક્ષણ કરવામાં આવેછે એટલું જ નહિ પાણીની બોટલ, પસ્તી, ટાયર વાહનનાં, ત્રોફામાં રોપાનુ ઉછેર, અને પીવીસી પાઈપમાં પણ રોપાનો ઉછેર કરવામાં આવી રહ્યોછે આમ વિવિધ વેસ્ટ વસ્તુઓમાં પર્યાવરણનું જતન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ કરવામાં આવી રહ્યુંછે તેમ ધોરણ ત્રણના વિદ્યાર્થી યુગગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ

Related Posts