નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગરના *માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા* તથા પ્રાથમિક શાસનાધિકારી શ્રી *મુંજાલ ભાઈ બડમલીયા* ના માર્ગદર્શન અને સહયોગથી *શનિવાર બેગલેસ ડેને* અર્થસભર બનાવવા વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં વ્યસનના દુષ્પરિણામો અંગે જાગૃતિ ફેલાવવી, ઉત્તમ ચરિત્ર નિર્માણ કરવું અને તેમને વ્યસનમુક્તિના સચેત સૈનિક તરીકે તૈયાર કરવાનો હતો.
આ કાર્યક્રમ શ્રીચૌહાણ ચંદ્રિકાબેન રતિભાઈના આયોજન હેઠળ તથા શાળાના *આદરણીય *આચાર્યશ્રી જલ્પાબેન*ઝાંખરા* ના સંપૂર્ણ સહયોગથી આયોજિત થયો. કાર્યક્રમની શરૂઆત માહિતીપ્રદ વિડિયો ક્લિપિંગથી કરવામાં આવી, ત્યારબાદ વ્યસનથી થતા શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક નુકસાન અંગે માર્ગદર્શક વક્તવ્ય આપવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અંતે *શ્રી નીપાબેન વ્યાસ* દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા અને કાર્યક્રમ વ્યસનમુક્તિના નારા સાથે સમાપ્ત થયો.

*“આજે સંકલ્પ વ્યસનમુક્તિનો, કાલે ઉજળું ભવિષ્ય સમાજનું* ”



















Recent Comments