સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 68th નેશનલ સ્કૂલ ગેમ્સ 2024 -25 U-17 બેઝબોલ ભાઈઓ અને બહેનો દિલ્હી મુકામે આયોજન થયેલ હતું. તેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ના ખેલાડીઓ ખુમાણ જયદીપ જીવરાજભાઈ, રાજપુરા ઋત્વી સુભાષભાઈ, પટોળીયા મિસરી હરેશભાઈ જેઓ નેશનલ બેઝબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં પસંદગી પામેલ. જેઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરી સાવરકુંડલા નું તેમજ ગુરુકુળ સંસ્થાનું ગૌરવ વધારેલ છે. આ તકે સંસ્થાના વડા પૂજ્ય ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા ગુરુકુળનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી અક્ષર મુક્ત સ્વામીજી, તેમજ સ્વામી શુકદેવપ્રસાદદાસજી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – અમરેલી તેમજ અમરેલી જિલ્લા વ્યાયામ સંઘ, ગુજરાત બેઝબોલ ફેડરેશન ના જનરલ સેક્રેટરી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ શાળાના તમામ પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ મિત્રોએ ગુરુકુળ શાળા ના પી.ટી. ટીચર ઝાલા દિગ્વિજયસિંહ તેમજ વાળા દીપકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
દિલ્હી મુકામે નેશનલ બેઝબોલ સ્પર્ધામાં ગુજરાત ની ટીમમાં સામેલ થતા સાવરકુંડલા ગુરુકુળ ના વિદ્યાર્થીઓ

Recent Comments