અમરેલી

૫ દિવસમાં ૭ લાખનો વ્યાપાર કરતા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓ

અમરેલી ૫ દિવસમાં ૭ લાખનો વ્યાપાર કરતા ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલના વિધાર્થીઓ 

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં કલામ ઈનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો અમદાવાદ ખાતે આયોજિત સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં અમરેલીની કલામ ઈનોવેટિવ સ્કૂલના ૧૩ થી ૧૬ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી ઉદ્યોગસાહસિક ક્ષમતાથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.વિદ્યાર્થીઓએ દર સેકન્ડે ૫ રૂપિયાનો ધંધો કરી પાંચ જ દિવસમાં રૂ. ૭,૦૦,૦૦૦થી વધુની વિદ્યાર્થી-નિર્મિત પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું હતું.મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા,શ્રી પ્રવીણભાઈ માળી અને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ પણ વિધાર્થીઓને બિરદાવ્યા..

કલામ યૂથ સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં કાર્યરત સ્ટાર્ટઅપ સ્ટુડિયોમાં તૈયાર કરાયેલ વિવિધ વુડન આર્ટિકલ્સ સાથે વિદ્યાર્થીઓ ફેસ્ટિવલમાં સહભાગી બન્યા હતા. શાળા દ્વારા અભ્યાસ સિવાયના સમયમાં વિદ્યાર્થીઓ વ્યવહારુ કામ કરી શકે તે માટે ખાસ સ્ટાર્ટઅપ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં લેસર કટર, ટી-શર્ટ પ્રિન્ટિંગ, મગ પ્રિન્ટિંગ જેવા આધુનિક મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

આ સ્ટુડિયોમાંથી વિદ્યાર્થીઓ વુડન ડ્રાયફ્રુટ બોક્સ, વુડન વોલ ક્લોક, વુડન લેડીઝ પર્સ સહિતની અવનવી પ્રોડક્ટ્સ જાતે ડિઝાઈન કરીને બનાવે છે. દરેક પ્રોડક્ટ પર “Made in Amreli” અને “Made by Students” જેવા વિશિષ્ટ ટેગ લગાવવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ્સની સંપૂર્ણ આવક સંબંધિત વિદ્યાર્થીઓને જ મળે તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.ખાસ વાત એ છે કે ૧૩–૧૪ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓએ પોતાની રીતે પ્રોડક્ટ ડિઝાઈન, ઉત્પાદન અને વેચાણ કર્યું છે, જેના પરિણામે તેઓ ઉદ્યોગના વિવિધ પાસાઓ અંગે વ્યવહારુ અનુભવ મેળવી રહ્યા છે. ગત વર્ષે સાત્ત્વિક ફેસ્ટિવલ દરમિયાન વિદ્યાર્થીઓને ભારે પ્રતિસાદ મળ્યો હતો અને માત્ર ચાર દિવસમાં રૂ. ૪ લાખથી વધુનું વેચાણ થયું હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કલામ યુથ સેન્ટરના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ અંગે વાત કરતા શાળાના સંચાલક જયભાઈ કાથરોટીયાએ જણાવ્યું હતું કે,

“એક ગરીબ પરિવારના બાળકને ભણાવવા માટે તેના પિતાએ પોતાની બાઈક વેચીને ફી ભરી હતી. આ ઘટના જાણ્યા બાદ એવો વિચાર આવ્યો કે જો બાળકો ભણવાની સાથે સાથે ધંધો કરતા શીખે તો તેઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસે અને વાલીઓને પણ આર્થિક સહયોગ મળી રહે. આ વિચાર સાથે સ્ટાર્ટઅપ સ્ટુડિયોની રચના કરવામાં આવી. આજે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આત્મનિર્ભર બની રહ્યા છે, એ જ અમારી સૌથી મોટી સફળતા

Related Posts