ભાવનગર

તાજેતરમાં જાહેર થયેલ JEE -2026 ના પરિણામમાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થીઓએ  ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિદ્ધિ હાંસલ કરી 

JEE ની પરીક્ષામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો રાજ્ય કક્ષાએ અગ્રેસર રહ્યાં 

     તળાજા તાલુકાના ટીમાણા ગામની ગણેશ શાળામાં અભ્યાસ કરતા મહેતર અનિશ અબ્બાસભાઈ (પાલીતાણા)

98.30 PR, જાળેલા વૈદિક ભરતભાઈ (ભદ્રાવળ-1) 98.04 PR, ધાંધલ્યા રુદ્ર પ્રકાશભાઈ (દિહોર) 96.95 PR, ચૌહાણ હાર્દિક કિસ્મતભાઈ (તરસરા) 93.28 PR, પંડ્યા જયમીન અમૃતલાલ (ટીમાણા) 92.93 PR હાંચલ કરી અનેરી સિધ્ધિ મેળવી હતી. એટલું જ નહિ પણ ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ રસાયણ વિજ્ઞાનમાં ઉચ્ચ PR 99.72, ભૌતિક વિજ્ઞાનમાં ઉચ્ચ PR 98.79 અને ગણિત વિષયમાં ઉચ્ચ PR 97.23 મેળવેલ છે જે તમામ બાળકોની મહેનત તથા શાળાનું સુસારું આયોજન બતાવે છે.

આ ઉપરાંત શાળાના અન્ય વિદ્યાર્થીઓએ પણ રાજ્ય કક્ષાએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધિ મેળવી પોતાના પરિવાર, શાળા તેમજ પોતાના ગામનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવેલ.

Related Posts