ભાવનગર

ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થીઓનો એસજીએફઆઈ ભાવનગર જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ડંકો: કુલ ૧૫ મેડલ મેળવ્યા

એસજીએફઆઈ (SGFI) દ્વારા યોજાયેલી ભાવનગર જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અને ઝળહળતું પ્રદર્શન કરી શાળા તથા સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. તીવ્ર સ્પર્ધાત્મક વાતાવરણ વચ્ચે ગણેશ શાળાના ખેલાડીઓએ પોતાના કૌશલ્ય અને સખત પરિશ્રમના બળે કુલ ૧૫ મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ: ૭ ગોલ્ડ મેડલ, ૩ સિલ્વર મેડલ અને ૫ બ્રોન્ઝ મેડલ જીતીને ભવ્ય સફળતા હાસિલ કરી છે. જિલ્લા કક્ષાએ આટલી મોટી સંખ્યામાં મેડલ જીતીને શાળાના વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.

વિદ્યાર્થીઓની આ વિશેષ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts