ભાવનગર

કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડના વિધાર્થીઓએ જિલ્લા કક્ષાના કલામહાકુંભ મેળવી અનેરી સિદ્ધી

બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના પ્રદર્શન માટે રાજ્ય સરકાર દ્વારા કલામહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.આ વર્ષે યોજાયેલ કલામહાકુંભ માં હબુકવડ ખાતે આવેલી શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ ના બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ભાવનગર જિલ્લામાં અનેરી સિદ્ધી પ્રાપ્ત કરી છે.

તાલુકા કક્ષાના કલામહાકુંભમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા બાદ શાળામાં અભ્યાસ કરતાં પરમાર હિમાંશીબા નવલસિંહે એકપાત્રીય અભિનયમાં સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે . સાથે શાળાના જોષી નિરવભાઈ દિલીપભાઈએ લગ્નગીત સ્પર્ધામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાની સફળતાના મોરપીંછમાં વધારો કર્યો છે.હવે પછીની સ્પર્ધામાં બંને ઝોન કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રીતિનિધિત્વ કરશે . આ અનેરા અવસર પર શાળા પરિવારે બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. નાના ગામડામાં આવેલી શાળાએ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતાં વાલીઓમાં પણ હર્ષની લાગણી ફેલાઈ હતી અને શાળાના વાલીઓ દ્વારા શાળાને શુભેચ્છા પાઠવેલ છે.

Related Posts