સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે આવેલ દિનદયાળ ટ્રસ્ટ પ્રેરિત માનવ મંદિર દ્વારા ગામડાઓના| રામજી મંદિર, શિવ મંદીરના પુજારીઓના બાળકો માટે કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓની સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલ, કે.કે. હાઈસ્કૂલ, એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ, વી.ડી.કાણકીયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં.
માનવ મંદીર ગુરુકુળમાં રહેતા તમામ છાત્ર અને છાત્રાઓને નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત તમામ શાળાઓ, હાઈસ્કૂલો અને કોલેજોમાં વિનામૂલ્યે પ્રવેશ આપી અભ્યાસ કરાવવાની ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત કરી હતી. તથા માનવ મંદીર ગુરુકુળના જે વિદ્યાર્થીઓ શાળા, હાઈસ્કૂલો અને કોલેજમાં પ્રવેશ મેળવે તેને કોમ્પ્યુટર ફી પણ માફ કરાશે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
Recent Comments